________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ, ચિકિત્સા, ભૂત-પિશાચ વિગેરેનો ઉપદ્રવ મટાડે તે ભૂતચિકિત્સા, હડપચી ઉપર આવેલા મુખ, નાસિકા, કર્ણ, નેત્ર, મસ્તક આદિ અવયવોના રેના ઉપાયો કરવા તે ઉર્ધ્વગચિકિત્સા, શલ્ય એટલે બાણની અણી જેવા પદાર્થો શરીરમાં વેંચાયા હોય તેને ઉદ્ધાર કરે તે શલ્યચિકિત્સા, સર્પાદિકના વિષના ઉપચાર કરવા તે વિષચિકિત્સા, વૃદ્ધાવસ્થાને અટકાવવાને તથા યુવાવસ્થાને વધારે વખત ટકાવી રાખવાને ઉપાય કરવામાં આવે તે રસાયન અને જેથી સ્ત્રીસંગ ચગેછ કરી શકાય એવી શક્તિ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તે વાજીકરણ કહેવાય છે.
શિષ્ય–સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક છે, એમ અગાઉ આપે અનેક વાર કહ્યું છે, એટલે ઈરાદા પૂર્વકજ તેને ઉલ્લેખ આપે નહીં કર્યો હોય !
સુરિ–પિતાના યશની વછા રાખનાર જાણ પુરૂષે જે સામુદ્રિક શાસ્ત્ર, રત્નપરીક્ષા શાસ્ત્ર, સ્વનિ શાસ્ત્ર, શકુન શાસ્ત્ર, વૃષ્ટિશાસ્ત્ર, અંગસ્કુરણ શાસ્ત્ર અને શારીરિક શાસ્ત્ર જેવા વિષય જાણે તે તેમને ઘણે લાભ થાય એ તો ખુલ્લું જ છે. નિત્યના ગૃહસ્થચિત વ્યવડારમાં ઉપર કહ્યા તે શાસ્ત્રો ઉપયોગી થઈ પડે છે. એટલા માટે ગુરૂગમથી અથવા તે આત્મશક્તિથી એ બાબતેને અભ્યાસ કરે જોઈએ. અહીં એક વાત મારે ખાસ કરીને કહેવાની જરૂર છે. કામશાસ્ત્ર પણ એક ઉપયોગી વિષય છે. તેનું જ્ઞાન મેળવવું, પણ તેને જ્યાં ત્યાં ફેલાવે ન
For Private And Personal