________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
ર૬૭
એટલે તે વિષે સારી સલાહ આપનાર વિદ્વાને રાજાના અને રાજ્યના પણ માનવંતા થઈ પડે છે.
શિષ્ય—વૈદ્યક શાસ્ત્રમાં કઈ કઈ બાબતેને સમાવેશ થાય છે?
સૂરિ–રોગીની પ્રકૃતી, એસડ, વ્યાધી, સામ્ય-રેગીને સદવારૂપ વસ્તુની અંદર રહેલે એક ગુણ, શરીરબળ, વય, કાળ, દેશ, જઠરાગ્ની, વૈભવ, અને પ્રતિચારક એટલે રેગીની માવજત કરનાર કોણ છે એ સઘળી બાબતે વૈદ્યકશાસ્ત્રમાં પ્રવીણ એવા પુરૂષે પ્રથમ સમજી લે છે. વૈદ્યક શાસ્ત્રથી ઘન કમાઈ શકાય છે એટલું જ નહીં પણ યશ અને ધર્મની પણ સહેજે પ્રાપ્તી થઈ શકે છે. જે પોપકારી વૈદ્યો દરદીઓની અંત:કરણ પૂર્વક સેવા-સુશ્રુષા કરે છે તેઓ પરકમાં સારું ફળ મેળવે છે એમાં કોઈ જાતને શક નથી. દરેક ગૃહસ્થ બની શકે તે થોડું ઘણું વૈદ્યકશાસ્ત્ર અવશ્ય જાણવું જોઈએ. વૈદ્યકના પણ આઠ ભેદ પાડવામાં આવ્યા છે –(૧) કાયચિકિત્સા, (૨) બાળચિકિત્સા, (૩) ભૂત ચિકિત્સા, (૪) ઉર્વીગ ચિકિત્સા, (૫) શલ્ય ચિકિત્સા, (૯) વિષ ચિકિત્સા, (૭) રસાયન અને (૮) વાજીકરણ
શિષ્ય—એવા ભેદે શા ઉપરથી પડ્યા હશે?
સૂરિ–કાય એટલે જઠરાગ્નિ-તેના વિકારથી જે રે નીપજે તે મટાડવાનો પ્રયત્ન કરે તેને કાયચિકિત્સા કહેવામાં આવે છે. તે જ પ્રમાણે બાળકોને થતા રોગ મટાડવા તે બાળ
For Private And Personal