________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૬૪
વિવેક વિલાસ. પુસ્તકાદિના સાધન ન હોય તેમને તે પુરાં પાડવા અને એ રીતે જ્ઞાન–પ્રચારના કાર્યમાં યથાશકિત સહાયક થવું.
શિષ્ય-વિદ્યાનો આરંભ કરતી વેળા વાર તહેવાર જેવાને કંઈ વિધિ હશે કે?
સૂરિ—વિદ્યાને આરંભ કરેલ હોય તે જીરૂ, સોમ અને બુધ એ ત્રણ વાર શ્રેષ્ઠ ગણાય છે. શુક્ર અને રવિની ગણના મધ્યમમાં થાય છે અને મંગળ તથા શનિ અનિષ્ઠ ગણાય છે. નક્ષત્રોમાં પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદા, શ્રવણ, ધનિછા, મૂળ, અશ્વિની, હસ્ત, શત તારકા, સ્વાતિ, ચિત્રા, મૃગા, આદ્ર, પુનર્વસુ, પુષ્પ અને અલેષા એ શ્રેષ્ઠ જાણવા. પ્રસંગોપાત અધ્યયન ક્યારે મુલતવી રાખવું એ પણ તમારે જાણ લેવું જોઈએ. ચતુર્દશીએ, અમાવાસ્યાઓ, પૂર્ણિમાએ, અષ્ટમીએ, મરણ સુતકમાં તથા ચંદ્ર- સૂર્યના ગ્રહણયોગ વખતે વિદ્યા ધ્યયન બંધ રાખવું એ વિધિ છે. તેવી જ રીતે જ્યારે ઉકાપાત થાય અર્થાત અગ્નિના જેવા ચળકતા તારા આકાશમાંથી ખરવા લાગે ત્યારે, તોફાની પવન વાવા લાગે ત્યારે, ભૂમિકંપ તે હેય ત્યારે, મેઘની ગર્જના વખતે, પિતાના સગા-વ્હાલા અથવા સંબંધીનાં પ્રેતકર્મ ચાલતા હોય તે વેલા. અકાળે વિજ ની થતી હોય (આદ્ર નક્ષત્રની પહેલાં અને હસ્ત નક્ષત્ર ઉતર્યા પછી વિજળી થાય તે અકાળ વિજળી કહેવાય છે તે સમે, આચારભ્રષ્ટ અને મલીન લોકેના સમાગમમાં, સ્મશાનમાં, દુર્ગધી વાળા સ્થાનમાં, અપવિત્ર શરીર હોય તેવા સંજોગોમાં, વિદ્યા
For Private And Personal