________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૨૬૩
કહ્યાં તેવી જ રીતે બીજા પાંચ બાહા કારણે પણ છે. જેમ કે સહાધ્યાયીઓનો સહવાસ, ભજન, વસ્ત્ર, ગુરૂ, તથા પુસ્તક આદિની જોગવાઈ વિગેરે. સહાધ્યાયીઓ કિંવા સાથે ભણનારાએને સહવાસ ન હોય તે હરિફાઈ કે સ્પર્ધા જામતી નથી અને તેથી પઠન-પાઠન કાર્યમાં ઉત્સાહ રહેતું નથી. મનુષ્ય –પ્રાણુ ઉપર દેખાદેખીની ઘણું અસર પડે છે. વિદ્યાથીઓ જ્યારે સાથે મળી અભ્યાસ કરે છે ત્યારે તેઓ એક બીજાથી આગળ વધી જવાને હૈસભેર પ્રયત્ન કરે છે અને તેથી એકદરે તેમને સર્વને સારો લાભ પ્રાપ્ત થાય છે. સહવાસથી નવું જાણવાનું મળે છે, આલસ્ય કે જે મનુષ્યજાતિને મહાન શત્રુ ગણાય છે તે અદ્રશ્ય થઈ જાય છે. કેટલાક માબાપો પિતાના બાળકોને શાળામાં નહીં એકલતા એક સ્વતંત્ર પણે શિક્ષણ આપવાની કોશીષ કરતા જોવામાં આવે છે. અલબત, આ શ્રમ બીલકુલ નિષ્ફળ જાય છે એમ હું કહેવા નથી માંગતે; પરંતુ સહાધ્યાયીઓના સહવાસના પરિણામે જે ખેત-ઉત્સાહ અને પ્રસન્નતા આવવાં જોઈએ તે સંપૂર્ણ પ્રમાણમાં આવી શકતાં નથી. પુસ્તક, ગુરૂ ત્થા વસ્ત્ર વિગેરેની ઉપગિતા તે તમે જાણો છે જ એટલે એ વિષે વિસ્તાર કરવાની જરૂર નથી. જે વિદ્યાથીઓ વસ્ત્ર તથા પુસ્તકની ચિંતાથી વેગળા રહી શકતા નથી, તેઓ પઠન-પાઠનમાં સંપૂર્ણ લક્ષ આપી શક્તા નથી અને તેથી તેમને ઘણે કીંમતી સમય કેટલીકવાર બરબાદ જાય છે. ગૃહસ્થાનું એ કર્તવ્ય છે કે જે વિદ્યાર્થીઓ પાસે પુરતાં
For Private And Personal