________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૬૨
વિવેક વિલાસ.
કૃપણનું એકલું મૂળ નામ ન લેવું; કારણ કે તેમ કરવાથી ધનને અને આયુષ્યને ક્ષય થાય છે.
શિષ્ય—વિદ્યાથીએ શાળામાં કેવી રીતે પઠન-પાઠન
કરવું ?
સૂરિ–વિદ્યાથીએ બહુજ ઘાટો પાડીને તેમજ બહુજ ધીમેથી બોલવું ન જોઈએ. મન બીજે સ્થળે ભટકતું રાખીને પદને સંબંધ તૂટી જાય તેમજ સામાને સમજણ જ ન પડે એવી રીતે પણ ન ભણવું જોઈએ. આ અવસ્થામાં જે ઉતાવળ કરવાની અથવા તે ધીમાશથી બોલવાની ટેવ પડી જાય છે તે તે પછી કેમે કરતાં દૂર થઈ શકતી નથી. ઘણા વિદ્યાથીએ શાળામાં હોય છે ત્યારથી પિતાની જીભને એવી વિકૃત કરી દે છે કે પછી તેમનાથી સ્પષ્ટ ઉચ્ચાર થઈ શકતો નથી અને કોને તેમની વાણીમાં જે જોઈએ તે રસ પડતું નથી. સારાંશ એ છે કે બહુજ સ્પષ્ટતા પૂર્વક, સામાન્ય ભાર સાથે વાણું વદવાની ટેવ પાડવી જોઈએ.
શિષ્ય–વિદ્યા પ્રાપ્તિમાં મુખ્ય કારણે ક્યા હશે?
સૂર–મુખ્ય કારણે દસ છે. તેમાંના પહેલાં પાંચ જેવાં કે વિદ્યાનુરાગ, નિરોગતા, વિનય, ઉદ્યમ, અને બુદ્ધિ એ વગેરે અંતરંગ કારણો ગણાય છે. કારણ કે તે કારણે ઉપર જ વિદ્યાપ્રાપ્તિનો ઘણેખર આધાર રહેલો છે. આ પાંચ અંતરંગ કારણેને ખીલવવાને વિવાથીઓએ પિતે તેમજ તેમના વાલીએએ પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે આ અંતરંગ કારણે
For Private And Personal