________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
२१०
વિવેક વિલાસ.
શાપરૂપ થઈ પડે છે. વિદ્યા તો વિવેક અને વિનયથી જ શોભે છે. પિતાના કળાચાર્યનું જે વિદ્યાથીઓ નિરંતર હિત ચિંતવે છે, યથાશક્તિ સેવા-સુશ્રષા કરી તેમને સંતોષ આપે છે અને જેઓ પિતાની પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ગુરૂને ચરણે ધરવા સદા ઉત્સુક રહે છે તેવા વિદ્યાથીઓ ગુરૂની અસાધારણકૃપા સંપાદન કરી પિતાનું અલકિક કલ્યાણ સાધવા ભાગ્યશાળી થઈ શકે છે. ગુરૂના ઉપકારના વિષયમાં એટલે સુધી કહેવામાં આવ્યું છે કે શિષ્ય કદાચ પોતાના ગુરૂને ગ્રામ-નગર સહિત પૃથ્વી આપી દે તે પણ તે ગુરૂના ત્રણમાંથી મુક્ત થઈ શકે નહીં. આ અનધિ ઉપકાર કરનાર ગુરૂવર્યનું શિષ્યોએ કેટલું બહુમાન કરવું જોઈએ તેને ખ્યાલ તમે પિતેજ કરી . આજે એવી ગુરૂ ભક્તિને છાંટે પણ શું કોઈ વિદ્યાથીમાં મળી શકશે?
શિષ્ય હશે, એવા વિદ્યાથી પણ કોઈ હશે. “બહુરત્ના, વસુંધરા” એમ જે કહેવાય છે તે કંઈ સાવ ખોટું નહીં હોય!
સૂરિ–એવા વિદ્યાથીને હું સંપૂર્ણ ભાગ્યશાળી જ કહું. જે વિદ્યાથીઓ ગુરૂ અને શાસ્ત્ર ઉપર ભકિત–પ્રીતિ રાખી શકે છે, જેઓ પોતાના શરીર પ્રત્યે બેદરકારી નહીં રાખતાં નિત્ય નીગ રહી શકે છે. જેઓ વિનય પરિશ્રમ અને બુદ્ધિમતા દાખવવામાં સંપૂર્ણ ઉલટ ધરાવે છે તેમને ખરેખરા ભાગ્યશાળી વિદ્યાથીઓ જ લેખવા જોઈએ. તેઓ પિતે ધન્ય છે એટલું જ નહીં પણ તેમના માતા પિતાને પણ ધન્ય છે. તેઓ આત્મહિત સાથે જગત કલ્યાણ કરવાને પણ સમર્થ થઈ શકે છે.
For Private And Personal