________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૨૫૫ સૂરિ–જરા વિચાર કરવાથી મારો કહેવાનો આશય તમે સમજી શકશે. વિરોધી શત્રુ જ્યારે આપણું અહિત કરવાને કમ્મર કસે છે, ત્યારે આપણે તેની સામે બરાબર રક્ષણ કરવાને તૈયાર થઈ શકીએ છીએ. કારણ કે તે વખતે આપણે એટલું તે સ્પષ્ટ રીતે જ સમજતા હોઈએ છીએ કે અમુક આપણો શત્રુ છે અને તેથી તેની દ્વારા આપણું શુભ કદિ પણ થઈ શકે નહીં, પરંતુ જેઓ પ્રીતિ કે રહના રૂપમાં શત્રુત્વને છુપાવી રાખે છે તેઓની શત્રુતા આપણે કળી શકતા નથી અને તેથી તેની સામે આપણે આપણું રક્ષણ કરવાને તૈયાર થઈ શક્તા નથી. જે માતા-પિતા પોતાના સંતાનને અણઘટતા લાડ લડાવી સ્વછંદી બનાવી મુકે છે, જે માતપિતા પોતાના વ્હાલા બચ્ચાઓને પુરતું જ્ઞાન કે શિક્ષણ આપ્યા વિના વિલાસ–મેજશેખ અને વૈભવમાં ડૂબાડી દે છે, તેઓ માતપિતા રૂપે પણ શત્રુની જ ગરજ સારે છે. એમ કેમ ન કહી શકાય? હું પ્રથમ જ કહી શકે કે નેહભાવ દર્શાવવા, પ્રેમાંધતા પ્રકટ કરવી એ તો પશુઓથી પણ બની શકે છે. પરંતુ મનુષ્ય ઉત્તમોત્તમ કેટીનું પ્રાણું હોવાથી તેની ફરજ તેટલેથી જ અટકતી નથી. તેને પિતાના સંતાનના કલ્યાણની ખાતર અને વ્યવસ્થાઓ કરવાની હેય છે- અનેક પ્રકારની ચિંતાઓ વેઠવાની હેય છે. પિતૃધર્મનું પાલન કરવું એ રમત વાત નથી. પિતા થવાથી જ એ ધર્મનું પાલન નથી થઈ શકતું, પિતાની જવાબદારી ઘણું મટી છે.
શિષ્ય---ત્યારે આપણે આજે એજ વિષયની અવતારણા
For Private And Personal