________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૭
સરિ શિષ્ય સંવાદ. આવે છે અને જે વડે વિદ્યાર્થીની શારીરિક-માનસિક--હાર્દિક અને આધ્યાત્મિક શક્તિઓ સંપૂર્ણ કેળવાવી જોઈએ તેવી કેળવણીને નામે તો પ્રાય: મીંડું જ મૂકાયું છે એમ કહીએ તે ચાલી શકે. પૂર્વના કળાચાર્યો પિતાના શિષ્યને અમુક પુસ્તક સંબંધી છુટું–છવાયું જ્ઞાન આપવામાં જ પિતાના કર્તવ્યની ઈતિ માની. લેતા નહીં. તેઓ વિદ્યાથીની શારીરિક, ધાર્મિક અને માનસિક શક્તિઓ કેળવવા તરફ હંમેશા લક્ષ રાખતા, આથી તેમના હાથ નીચે શીક્ષણ પામેલા વિદ્યાથીઓ શરીરબળમાં, મને બળમાં, જ્ઞાનબળમાં અને ધર્મબળમાં દીપી નીકળતા. શિખે પણ આશ્રમમાં રહે તેટલે વખત પિતાના માતાપિતાના સ્નેહને ભૂલી જતા અને ગુરૂમાંજ પિતાનું સર્વસ્વ માની લેતા.
શિષ્ય–ખરેખર એ યુગ બહુ પવિત્ર હશે, પણ હવે જ્યારે એ બધા વિષય ભૂતકાળ બની ગયા છે તે પછી આપણે વર્તમાન કાળનેજ સુધારી લેવા મથવું જોઈએ. એમને?
સૂરિ–ભૂતકાળને એતિહાસિક પ્રકાશ તમારા માર્ગમાં ઉપયોગી થઈ શકે એવા હેતુથી જ મેં તે વિષે વિવેચન કર્યું છે. શાસ્ત્રમાં તે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે પિતાને વ્હાલો પુત્ર મુખ રહી જાય તે ભલે, પણ તેને નાસ્તિક અને દુષ્ટ ચરિત્ર વાળા ગુરૂ પાસે વિદ્યા પ્રાપ્તિ અર્થે નહીં મેકલવો જોઈએ. વિચાર કરી કે જે વિદ્યામાં અથવા વિદ્યા ગુરૂમાં નાસ્તિકપણું કુટીકુટીને ભરેલું હોય તે વડે શિષ્યનું કેવી રીતે કલ્યાણ થઈ શકે ? જે 19
For Private And Personal