________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૬
વિવેક વિલાસ. કરીએ. પ્રથમ પ્રશ્ન એ ઉભવે છે કે બાળકને કેટલા વર્ષની વયે નિશાળે મુકવો જોઈએ ?
સૂરિ–માતપિતાએ પોતાના બાળકને પાંચમું વર્ષ બેઠા પછી, ઉત્સવ કરી એવા કળાચાર્યના હાથમાં સુપ્રત કરે કે જે આચાર્ય શાંત સ્વભાવને હૈય, શાસ્ત્રોના મર્મને બી પૂર્વક સમજી શક્તિ હોય, આળસ અને વ્યસનાદિ દેથી રહિત હોય, યશનામકમીં હૈય, યુક્તિ પૂર્વક મીઠી વાણું બેલી શકતે હેય તેમજ શિષ્યના મનભાવે અને કુદરતી શક્તિઓ વિષે સંપૂર્ણ અનુભવ ધરાવતા હોય. શિષ્ય—એવા કળાચાર્યો કર્યાં મળી શકે?
–ખરું છે કે એવા કળાચાર્યો આજકાલ સહેજમાં મળી શક્તા નથી, પરંતુ આર્યાવર્તમાં એક કાળે એવા આચાર્યોના આશ્રમે હતા અને ત્યાં વિદ્યાથીઓ રાજા કે રંકને ભેદભાવ રાખ્યા વિના પિતાની શકિતઓને કેળવી શકતા હતા. આજે એવા આશ્રમને લગભગ લોપ થઈ ગયું છે, એ ખરેખર બહુ શોચનીય છે. પરંતુ હવે તેને ઉદ્ધાર જોઈએ, એમ મને લાગે છે.
શિષ્ય—પ્રથમના આશ્રમે અને અત્યારની શાળાઓમાં શું ભેદ હશે?
સૂરિ–જમીન-આસમાન જેટલે ભેદ છે. આજની શાળા વિદ્યાથીઓને ચોક્કસ વિષયેની ઉપલક માહીતીઓ આપી શકે છે, પરંતુ જેને યથાર્થ ભાવમાં કેળવણી કહેવામાં
For Private And Personal