________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૧૪૩ આઠ અંશ બરાબર મળી રહેશે. હવે બેઠી મૂર્તિના આડ સ્થાનક અને છપન અંશ ધ્યાનમાં રાખેલો. કપાળે ચાર, નાસિકાએ પાંચ, હડપચીએ ચાર, કેટે ત્રણ, હદયે બાર, નાભીએ બાર, અને ઢીંચને ચાર એ હીસાબે મેળ મળી રહે છે.
શિષ્ય–કઈ પ્રતિમા પૂજય ગણાય અને કઈ કઈ પ્રતિમાઓ સમરાવી શકાય?
સરિ–જેની પ્રતિષ્ઠા સો વર્ષ પહેલાં થઈ હોય, અથવા જે કઈ ઉત્તમ આચાર્ય સ્થાપિત કરેલી હોય તે જીન–પ્રતિમા વ્યંગ હોય તે પણ પૂજા કરવા ગ્યજ જાણવી. શાસ્ત્રમાં “જીની પ્રતિમાને જન સમ” ગણવાનો જે ઉપદેશ કરવામાં આવ્યો છે તે તમારા ધ્યાન બહાર નહીં હોય. પ્રતિમાપૂજનમાં જેઓ શ્રદ્ધા ધરાવતા નથી તેઓ આ સંસારનો એક અલેકિક લ્હા ગુમાવી બેસે છે, એમ કહ્યા વિના ચાલતું નથી. પ્રતિમા દ્વારા પ્રભુની પૂજાને હા ભાગ્યશાળી સ્ત્રી–પુરૂષે જ લઈ શકે છે. જીન–પ્રતિમાની સુસંબદ્ધ આકૃતીના દૂરથી દર્શન કરવા માત્રથી જ શાંતરસને સાગર હૃદયમાં ઉલ્લાસ પામવા લાગે છે. જગતની તમામ આધી-વ્યાધિ-ઉપાધીઓ તે ક્ષણને માટે છેક વિસરી જવાય છે. જેઓને હદય છે, જેઓ સહૃદયતાની કીંમત આંકી શકે છે તેઓ નિત્ય પ્રતિમાનું અર્ચન-પૂજન કરવાનું ચુકતા નથી. એ વાત તે કેવળ હૃદયથી જ સમજી શકાય એવી છે. તેમાં દલીલે કે યુક્તિઓ આપવી એ બહુલતા છે. હૃદયને આનંદ . અને ભાવ સમજાવામાં શબ્દો લગભગ નિર્બળ બની જાય છે,
For Private And Personal