________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૮
વિવેક વિલાસ, હેય એમ મનાઈ ગયું છે. આથી કરીને આપણને ઘી-દૂધછાસ જેવા સાત્વિક પદાથી સંપૂર્ણ શુદ્ધ મળી શકતા નથી અને જો તમને પિતાને જ તે ન મળે તે પછી તમારા અતિથિઓ કિંવા ધર્મગુરૂઓને તે તમે આપી જ કેવી રીતે શકે ! આહારની શુદ્ધિ ઉપર વિચાર અને આચારની શુદ્ધિનો ઘણે અરે આધાર રહેલે છે એ તે તમે જાણતા જ હશો. ગાય-ભેંસ આદિ પશુઓનું જે તમારા સરખા ગૃહસ્થાથી બરાબર પાલન– પિષણ થતું હોય તે તમારા આચાર-વિચાર પણ શુદ્ધ અને સાવિક રહે. આ જમાનામાં એ સત્ય ભૂલાઈ ગયું છે એટલા માટે મારે એ બાબત વિષે વિસ્તારથી બોલવું પડ્યું છે.
શિષ્ય–આપનું કહેવું બરાબર છે. ગૃહસ્થ ધર્મ પાળવામાં કઈ કઈ સામગ્રી અત્યાવશ્યક છે તે પણ સમજાયું, પરંતુ અતિથિસેવા સંબંધી એક વાત બરાબર મારા સમજવામાં નથી આવતી. અતિથિ તરીકે આવનાર મનુષ્ય જે અમારે ઘેરી હોય તે પણ શું અમારે તેને આદર-સત્કાર કરે?
સૂરિ–વૈરના બદલામાં પ્રેમ આપ એ આપણું સનાતન આર્યનીતિ છે. અગ્નિનું શમન જળથી જ થઈ શકે એ વાત જેટલી સાદી-સીધી અને સનાતન છે તેટલી જ વૈરીને પણ પ્રેમ થી વશ કરવો એ વાત સાદી-સીધી અને સનાતન છે. અગ્નિને ઓલવવા માટે જે કે માણસ તેમાં લાકડા કે ઘાસ નાખે તે તેને આપણે મુખે સિવાય બીજું શું કહીએ? તેવી જ રીતે વરીને વશ કરવા જે વૈર કે ક્રોધને આશ્રય શોધે તે તેને અજ્ઞાન
For Private And Personal