________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
આપણનેજ પિતાને ભારે થઈ પડે છે. પાડોશમાં એવા લેકે હેવા જોઈએ કે જેઓ પ્રસંગોપાત આપણું સુખ–દુ:ખમાં ભાગ લઈ શકે, આપણને સારી સલાહ આપી એનીતિના રસ્તે જતાં રોકી શકે, આપણું આત્મીય માફક આપણા કલ્યાણમાં પિતાનું કલ્યાણ માની શકે, સગાઓ કરતાં પણ પાડેશીઓ અધિક ઉપયોગી થઈ શકે છે. સારા અને ખાનદાન કુટુંબના માણસે ખરાબ સહવાસમાં પડ્યા પછી ખુવાર થઈ જાય છે. એટલા માટે પાડોશ એ હવે જોઈએ કે જે આપણા સંતાન અને સ્ત્રી-પરિવાર ઉપર પણ ઉંચી-નૈતિક છાપ બેસારી શકે. અનુકરણ પ્રિયતા એ મનુષ્યને એક સ્વભાવ છે અર્થાત્ બીજાને અમુક કામ કરતા જોઈ તે પ્રમાણે વર્તવાની આપણને કુદરતી રીતેજ ઈચ્છા ઉદ્ભવે છે, તેમાં પણ બાળક અને સ્ત્રીઓમાં તે આ સ્વભાવ અધિક માત્રામાં હોય છે. હવે પાડેશીઓ જે હલકી વૃત્તિ વાળા–અધમ અને ભક્ષ્યાભક્ષ્યમાં અવિવેકી હોય તો આપણે કુટુંબીઓ ઉપર તેની કેવી અસર થાય તેનો ખ્યાલ તમે સહેલાઈથી કરી શકશે. પાડેશીઓ સારા હેવા જોઈએ એ કથન ઉપર આપણું જીવન-સુખને કેટલો આધાર રહેલે છે તે સમજી શકશે. પાડોશીઓ સારા હવા એ જીવનની એક મહેટી લ્હાણ મનાય છે. તમારે પણ દરેક રીતે સારા પાડેથી બનવા પ્રયત્ન કરે જોઈએ..
શિષ્ય-ઘરમાં શોભન-સામગ્રી કેવી હેવી જોઈએ? સૂરિ–આ વિષયમાં આર્ય ભાવના અને આર્ય સામગ્રી
For Private And Personal