________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૨
વિવેક વિલાસ.
થાય, તે દિવસે અલેષા નક્ષત્ર હોય તે બે વૃષ્ટિ થાય. વળી એમ પણ કહેવામાં આવે છે કે આષાઢ શુદિ પ્રતિપદાને દિવસે પુર નર્વસુ નક્ષત્રને જેટલે ભાગ હોય તેટલીજ ચોમાસામાં વૃદ્ધિ થાય. . શિષ્ય-દેશમાં કોઈપણ પ્રકારની મહામારી, દુઃખ, વ્યાધિ કે દુકાળ આદિ પડવાનાં હોય તે તે નક્ષત્ર ઉપરથી કેવી રીતે જાણી શકાય? - સરિ-મકર, કર્ક, મેષ, વૃષભ અને મીન એ પાંચે રાશીમાં સૂર્ય રાસાએ ડાબે પગે અને બાકીની સાત રાશીઓમાં જમણે પગે ચાલે છે હવે જે રાત્રીએ અને દિવસે કહેલો સંક્રાન્તિ કાળ પિતપોતાની રાશીમાં હોય તે તે સ્વાસ્થ કરનારે ગણાય અને તેથી વિપરીત હોય તે તેનું ફળ રેગ-શેકમાં જ આવે એમ કહી શકાય. આદ્ર નક્ષત્રના છેલ્લા પાયામાં અથવા સ્વિાતિ નક્ષત્રમાં રાહુ છતાં જો ચંદ્રમા રહિણી શકટનો ભેદ કરે (અકાશમાં ગાડા સરખા આકારના તારાઓ ફાગણ માસમાં સૂર્યાસ્ત સમે પશ્ચિમ દિશામાં દેખાય છે તેને રેહિણી શકેટ કહે છે) તે તેથી દુભિસ-દુકાળ પડે. જે મંગળ ની ગુરૂ અને ગુરૂ નીચે શની હોય તે મુસલ નામે વેગ થાય છે. તે જગતમાં મહા અનર્થકર ગણાય છે. વળી ક્યાંસુધી શની મીન રાશીમાં હોય, ગુરૂ કર્ક રાશીમાં હોય અને મંગલ તુલા રાશિમાં હોય
ત્યાં સુધી જગતમાં ઉપરા ઉપરી કષ્ટ પડયા કરે એમ સાધારણ રીતે મનાય છે. જે શનિ, રાહુ, મંગળ અને સૂર્ય એ ચાર ગ્રહ પાંચમે અને બીજે સ્થાને પોતે આવે અથવા તેમની દ્રષ્ટિ એ સ્થાને પર આવે તે ઉપર કહેલા ચાર ગ્રહોમાં એકેક ગ્રહ પણ દેશમાં
For Private And Personal