________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૮
વિવેક વિલાસ. ' સૂરિ–સ્ત્રી જ્યારે છીંક, બગાસું, પાન, ભજન, લઘુનીતિ એમાંનું કંઈ કરતી હોય, નઠારે વર્ષ પહેરેલ હોય, કોઈ પુરુષ સાથે વાર્તાલાપ કરતી હોય, તે વખતે તે સ્ત્રીના સામું પુરૂષ જેવું નહીં. કારણ કે તેમ કરવાથી પુરૂષનું મન સ્ત્રી ઉપરથી ઉતરી જાય છે.
શિષ્ય–સ્ત્રીનું મન પુરૂષ ઉપરથી ઉતરી જવામાં શું કારણ હશે?
સૂરિ–વારે ઘડીએ સ્ત્રી પ્રતિ જોયા કરવાથી, અથવા તો બીલકુલ ન જેવાથી, ઘણું બેલવાથી અથવા તે બીલકુલ ન બલવાથી, પરદેશ જવાથી અથવા તે અત્યંત પરિચયથી અને ઘણું અહંકારથી સ્ત્રીને પુરૂષ પ્રત્યેનો પ્રેમ ત્રુટી જાય છે.
શિષ્ય—અને એટલાજ માટે એમ કહ્યું હશે કે– “કામી પુરૂષે કામવતી સ્ત્રીઓને વિષે પણ ઘણી ઈર્ષા, ઘણે પ્રસંગ, ઘણું દાન અને ઘણું જવું–આવવું એ ચાર વાનાને પરિત્યાગ કરવો જોઈએ.”
સૂરિ–તેના હેતુઓ પણ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જે પુરૂષ સ્ત્રીને વિષે ઘણું ઈર્ષા રાખે છે તે ક્રોધ પામે એ કુદરતી છે, તેવી જ રીતે ઘણે પ્રસંગ કરે તે ઉદ્વેગ પામે, દ્રવ્યાદિક ઘણું આપે તે સ્ત્રીને લેભ વધતું જાય અને હમેશા અતિશય આવ-જા કર્યા કરે તે સ્ત્રી નિર્લજજ થાય એ વાત પણ દેખીતી જ છે.
શિષ્ય–જે સ્ત્રીને રાગ પુરૂષ ઉપરથી ઉતરી ગયા હોય તે તે કેવી રીતે જાણી શકાય?
For Private And Personal