________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૭પ શિષ્ય–વ્યક્તિ તથા વિશ્વના સુખ અને કલ્યાણની સાથે સ્ત્રી–જાતિ કે સંબંધ ધરાવે છે તથા પરસ્પરની એક બીજા પ્રત્યે શી શી ફરે છે, તે આપના પ્રતાપે હું ઘણું સારી રીતે સમજી શક્યો છું. આપણું આર્ય મહિલાઓએ કેવું ચારિત્ર પાળવું જોઈએ, પિતાના જીવનને પુરૂષે કેવા કમ-નિયમમાં રાખવું જોઈએ, શરીર અને મનની સુંદરતા સાચવી રાખવા માટે કેવી કેવી જાતની મયાદાઓ ઉભયે રાખવી જોઈએ, તે બધું આપે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું છે. હું તે ઉપરથી એટલું ખાત્રીપૂર્વક જાણુ શક્યો છું કે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, કિવા દેશની ઉન્નતિ એકલા પુરૂષ વર્ગ ઉપર જ નહીં પણ સ્ત્રી વર્ગ ઉપર પણ રહેલી છે. સ્ત્રી અને પુરૂષ મળીને જ એક અંગ ઘડાય છે. એકના પાપ-પુણ્યના ભાગીદાર અન્યને થયા વિના ચાલતું નથી.
સૂરિ–બરાબર છે. એક ચકવાળા રથ ઉપગી થત નથી, તેવી જ રીતે દેશ કે સમાજની પ્રગતિ પુરૂષરૂપી એક ચક વડે થઈ શકતી નથી. મૂર્ખ, અજ્ઞાન અને હેમી સ્ત્રીઓ કોઈ કાળે ઉત્તમ ગુણાવાળી સંતતી પ્રકટાવી શકતી નથી. લીંબડામાંથી જેય લીંબડો જ પાકે તેમ અજ્ઞાન અને અભણ સ્ત્રીઓના ગર્ભમાં પુત્રે પણ એવા જ પાકે એ નિ:સંદેહ છે. પવિત્ર, સુશીલ અને ઉચ્ચ મનોભાવવાળી માતાના ચારિત્ર્યની બાળકો ઉપર જે અસર થાય છે તેને પ્રભાવ આખા
જીવનપર્યત વ્યાપેલે રહે છે. તે વરસોના વરસે સુધીના આચાર્યો-ઉપાધ્યાયના શિક્ષણથી પણ મળી શકતો નથી.
For Private And Personal