________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૪
વિક વિલાસ.
સૂરિ–બાલ્યાવસ્થામાં જેવી રીતે પિતા પિતાની પુત્રીનું પાલન-પોષણ કરે છે, તેવી રીતે યુવાવસ્થામાં ભત્તરે પિતાની
નું પાલન-પોષણ કરવું જોઈએ. પાલન-પોષણના યોગ્ય સાધને પ્રાપ્ત કરવા ભક્તોને પરદેશ જવું પડે તો તે વખતે સ્ત્રીએ પારકે ઘેર રહેવાનું, કોધ કરવાનું, નીચ સ્ત્રી-પુરૂષની સબત કરવાનું, બગીચા જેવા વિલાસ ક્ષેત્રમાં હરવા ફરવાનું છેક માંડી વાળવું જોઈએ. કારણકે એટલાવાનાં કુલીન સ્ત્રીને દેષ લગાડનારા છે, એમાં કઈ પણ પ્રકારને શક નથી. વળી પતિ પરદેશ હોય તે વખતે નેત્ર આંજવાનું, આભૂષણો પહેરી અંગકાંન્તિ વધારવાનું, ગાવાનું–નાચવાનું, હાસ્ય વિનેદ તેમજ ક્રિડા-કેતુહલ કરવાનું, તાંબુલ તથા મિષ્ટાન્ન ખાવાનું બંધ કરવું જોઈએ. ટુંકામાં જે પ્રકારના ખાન-પાન અને અલંકાર વડે ચિત્તની વૃત્તિ ચંચળતા પામે એવા સર્વ વ્યવહાર ત્યજી દેવા જોઈએ. આ વાત એટલી સાદી-સીધી છે કે તે વિષે વધારે યુક્તિઓ આપવાની જરૂર નથી.
શિષ્ય-આપની સાથેના અત્યાર સુધીના વાર્તાલાપથી મને ઘણું ઘણું નવું જાણવાનું મળ્યું છે. આજે આપણે આટલેથી જ આ વિષય બંધ કરીએ. હવે પછી હું તુવંતિના ધર્મો, અને સંતાનોત્પત્તિના સંબંધમાં કેટલુંક જાણું લેવાનો પ્રયત્ન કરીશ.
સરિ—આપણે આટલા દિવસની વાતચીત ઉપરથી તમે કેટલું સમજી શક્યા છે તે મને ટૂંકમાં જણાવે. ત્યારબાદ આપણે વિશેષ વિવેચનમાં ઉતરીશું.
For Private And Personal