________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
१७२
વિવેક વિલાસ. ભાસ થાય! દાસ-દાસીઓ પ્રત્યે પણ કુલીન સ્ત્રીઓ ક્રોધ કે ભત્સના કરતી નથી. ભર્તારના મિત્ર મંડળ સાથે પણ નમ્રતાપૂર્વક બેલે–ચાલે છે. મતલબ કે સન્નારીઓના પ્રત્યેક વ્યવહારમાં લજા–નમ્રતા અને પ્રીતિનું નિદર્શન સ્વાભાવિક રીતે જ થયા કરે છે.
શિષ્ય–કુલ-લક્ષ્મીઓને કલંકરૂપ લેખાય એવી જાતના વર્તને આ જમાનામાં ખાસ કરીને આપણામાં ઘુસી ગયા છે. એ વાત શું સત્ય છે?
સૂરિ–પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગથી એવા ઘણું દે આપણા આર્ય સંસારમાં દાખલ થઈ ગયા છે અને તે ખરેખર આર્ય સન્નારીઓને કલંકરૂપ થઈ પડ્યાં છે. આજકાલ આર્ય કુળવધૂઓ વિના સંકેચે ઘરના બારણામાં નિર્લજપણે બેસી હાસ્ય વિનોદ કરે છે તે અનુચિત છે. લજા અને વિનય એ સ્ત્રીજાતિનું પરમ ભૂષણ ગણાય છે. આ ઉપરથી હું સ્ત્રી જાતિને છેક અધમ અને પામર અવસ્થામાં જ રાખવા માગું છું એમ માની લેવાનું નથી, સ્વતંત્રતાની પણ સીમા હોવી જોઈએ. જે સ્વચ્છદતા સ્ત્રીઓના સ્વાભાવિક ગુણોને હરી લે તે સ્વચ્છંદતા સ્વતંત્ર તાના નામે પિષણ પામે એ શું વાજબી ગણી શકાય? વળી મહેડી રાત સુધી નાટક–નાચ વિગેરેના મેળાવડાઓમાં ફરવું અને પરપુરૂષની દષ્ટિએ રહડવું એ પણ આર્યકુળની લલનાએને માટે શોભાયુક્ત ન ગણાય ! આવા ઘણા દેશે સતી સીતા અને સાવિત્રીના વંશમાં ઉત્પન્ન થયેલી આર્ય અબળા
For Private And Personal