________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૦
વિવેક વિલાસ. - સૂરિ–ડાહ્યા માણસેએ સ્ત્રીનાં દેખતાં નાકમાંથી સળેખમ કાઢવા જેવાં કાર્યો કે જેથી જેનારના મનમાં દુર્ગચ્છા ઉપજે તેમ ન કરવું. કારણ કે તેથી પણ સ્ત્રીનું મન પુરૂષ ઉપરથી ઉતરી જાય છે અને જે સ્ત્રી-પુરૂષ વચ્ચે એકદિલી ન હોય તે તેમને સંસાર કો ઝેર જે થઈ પડે એ વાત સ્પષ્ટ જ છે. ક્લેશ અને વૈમનસ્યનાં મૂળ સૌ પ્રથમ નજીવી બાબતોથી જ રોપાય છે. પછી વખત જતાં તેમાંથી અંકુર કુટે છે અને અંતે સર્વ નાશ થઈ જાય છે.
શિષ્ય–સતી સ્ત્રીને પ્રેમ તે ગમે તેવા સંયોગોમાં પણ પર્વતની જેમ અડગ અને અચળ રહે છે, એમ સાંભળ્યું છે.
સૂરિ-મારૂં ઉક્ત કથન સામાન્ય સ્ત્રીઓને જ લાગુ પડે છે. કુળ-લક્ષમી અને સતી-સાધ્વીઓ તે તેમાં અપવાદરૂપ છે. જે કન્યા ઉચ્ચ કુળમાં, ઉચ્ચ પ્રકારના સંસ્કારે વચ્ચે ઉછરેલી હોય છે તે તે પોતાના ગમે તેવા ગુણરહિત પતિને પણ દેવતુલ્ય માની તેની સેવા-સુશ્રુષામાં જ પરમાનંદ માને છે. તેને તે દૈવી ઉપદ્ર, શારીરિક વ્યાધીઓ, કે દુર્ગચ્છાઓ પણ શુદ્ધ પ્રેમથી ચલિત કરી શકતાં નથી.
શિષ્ય–લક્ષ્મી જેવી સ્ત્રીનાં લક્ષણે ટુંકમાં કહી સંભલાવશે ?
સૂરિ–આપણા વાર્તાલાપમાં ઘણુંવાર એ વિષે હું બેલી ચુક્યો છું. છતાં ટુંકામાં પુન: કહું છું કે જે સ્ત્રી, ડાહી, સંતોષી, મધુર વચન બેલનારી, પતિનું ચિત્ત રાજી રહે તેમ
For Private And Personal