________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૯પ
શિષ્ય—હું ધારું છું કે એ સંબંધે બહુ કહેવાઈ ચૂકયું છે. હવે કંઈ ખાસ સૂચના કરવા જેવું હોય તે જણાવશે.
સૂર–કલ્યાણના ઇચ્છનાર પુરૂષ સ્ત્રી સંગ કર્યા પછી મળ-મૂત્રની શંકા હોય તે તે ટાળવી અને શંકા ન હોય તે મળ-મૂત્રનો ત્યાગ કરવાનું સ્થાનક ક્યાં છે તે જોઈ રાખવું. સર્વ આહારનો પરિત્યાગ કરવો. પાસે જળ રાખવું. બારણું બંધ કરવાં. પવિત્ર થઈ ઈષ્ટ દેવને નમસ્કાર કરી અપમૃત્યુની બીક ટાળવી; પછી પોતે પવિત્ર થઈ રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહાળી શય્યા ઉપર સારી રીતે ઓઢી ડાબે પડખે સૂઈ રહેવું. ( શિષ્ય–સ્ત્રી સંગ પછી ઘંટાને નાદ ન થતો હોય તે પણ સાંભળવામાં આવે છે? e સૂરિ–એ એક બહુજ ખરાબ અપશુકન ગણાય છે. ઘંટા ન વાગતા હોય છતાં તેના નાદનો આભાસ કર્ણાચર થાય તો તે આભાસ પામનાર મનુષ્ય પાંચ માસમાં મૃત્યુ આપે એવું શુકન શાસનું વચન છે.
શિષ્ય–ભલા, નિદ્રા રાત્રે જ ખાસ કરીને આવતી હરે. તેનું શું કારણ?
સાર–નિદ્રા એ વસ્તુત: તમગુણ છે. તમગુણને અંધકારની ઉપમા આપવામાં આવી છે. જીવના અનાદિ કાળના તમેગુણ રૂપી આવરણો જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી તેને નિદ્રા વિના ચાલતું નથી. હવે રાત્રે જ નિદ્રા કેમ આવે છે તેને ખુલાસા તમે સમજી શકશે. નિદ્રા પિતે તમોગુણવાળી હોવાથી અંધકારની બહુલતાવાળા રાત્રિના સમયે જ પ્રગટ થાય છે.
For Private And Personal