________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦૪
વિવેક વિલાસ. ખેલવવાની, જુલાબ લેવાની, સફેદ ફૂલની માળા પહેરવાની સફેદ ચંદનનું વિલેપન કરવાની, સરોવરનું નિર્મળ જળ પીવાની તથા રાત્રીએ ડીવાર ચાંદનીમાં હરવા-ફરવાની સલાહ આપે છે. એ સલાહ પ્રમાણે વિવેકપુર:સર વર્તવામાં આવે તે શરદ્દ તુમાં પિત્તને અસહા પ્રકોપ વધી પડવાની જે ફરીયાદ કરવામાં આવે છે તે અદૃશ્ય થઈ જાય એ નિ:સંદેહ છે.
શિષ્ય—હવે હું ધારું છું કે હેમન્ત અને શિશિર હતુ સંબધી જ ચર્ચા કહેવાની બાકી રહી છે.
સરિ–હેમન્ત અને શિશિરની ઋતુ ચર્ચામાં બહુ મહત્વને ભેદ નથી. હેમંતમાં ટાઢ ઘણી પરતી હેવાથી તથા રાત્રી લાંબી થતી હોવાથી જઠરાગ્ની પ્રદિપ્ત થાય છે. માટે આ વખતે પ્રાત:કાળના ભેજનમાં બહુ વધારે પડતે વિલંબ ન કરે જોઈએ. હવે કેવા પદાર્થો ભજનમાં વાપરવા એ પ્રશ્ન ઉદ્ભવે છે. આ વાતમાં ખાટું, મીઠું, ઉહું, રીકાણું તથા ખારૂં અન્નપાન સેવવું એ સલાહભર્યું છે. સાવચેતી માત્ર એટલી જ રાખવાની કે કઈ પણ પદાર્થ એ તે ન જ હવે જોઈએ કે જે હાજીને પચાવ ભારે થઈ પડે ! વળી આ ઋતુમાં અતિ સુધી તેલથી શરીરને મર્દન કરવાની તથા કેશરનું ઉવટાણું લગાડવાની અને નવા વસ્ત્રો પહેરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ઘર પણ એવું સ્વચ્છ અને ઉપદ્રવ રહિત હોવું જેઈએ કે જેથી પવનના ઝપાટાથી અને શીતથી રક્ષણ મેળવી શકાય. કર્ફેર તથા કૃષ્ણગર ચંદનના ધુપની સુગંધી ફેલાયેલી હોય તે તે વધારે સારું ગણાય ! ધગધગતા અંગારાની સગડી
For Private And Personal