________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૬
સૂરિશિષ્ય સંવાદ. સૂરિ–આ તમારે પ્રશ્ન ઘણું મહત્વનું છે અને તેને ઉત્તર એક ધમાચાર્ય તરીકે મારે બની શકે તેટલો અસરકારક આપવો જોઈએ. તમે જાણે છે કે આ મનુષ્યદેહ મળ દેવતાઓને પણ દુર્લભ છે. મહા પુણ્યના બળથી જ તે પ્રાપ્ત થાય છે. જે એ વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હોય તે મને નુષ્ય જન્મને સાર્થક બનાવવા હંમેશાં–હરઘડી ઉદ્યમશીલ રહેવું જોઈએ. આ દુર્લભ નરભવમાં એક ઘડી પણ નિરર્થક ન જાય, રંક પળ પણ આમેન્નતીમાં વિજ્ઞકર ન થાય એની સાવચેતી રાખવી જોઈએ. સન પુરૂષે આખો દિવસ એવા નિર્દોષ ઉદ્યમમાં ગાળે છે કે તેથી તેઓને રાત્રીએ નિશ્ચિતતા પૂર્વક શાંત નિદ્રા આવ્યા વિના રહેતી નથી. દાખલા રૂપે પણ એમ કહેવામાં આવે છે કે જે મનુષ્ય સમસ્ત દિવસ નિરૂદામપણે પગ ઉપર પગ ચડાવી, લમણે હાથ દઈ બેસી રહે છે તેમની ઉપર નિદ્રાદેવી કૃપા દાખવી શકતી નથી. જેઓ સતત પરિ. શ્રમ કર્યા કરે છે તેમને નિદ્રાની આરાધના માટે લેશ માત્ર પણ શ્રમ લેવો પડતો નથી. રાત્રે શાંત નિદ્રા આણવા માટે જેવી રીતે શ્રમની જરૂર છે, તેવી જ રીતે જીવનના છેલ્લા દિવસોમાં ધર્મધ્યાન કરવાનો અવકાશ અને અનુકુળતા મળી શકે એટલા માટે મનુષ્યોએ વન દશામાં યથાશક્તિ પરિશ્રમ લઈ જીવનને કુતકૃત્ય બનાવવું જોઈએ. યુવાન અવસ્થાને મેજમજાહ તથા એશઆરામમાં ગુમાવી નાંખનાર મનુષ્યો વૃદ્ધાવસ્થામાં ધર્મ કૃત્ય તે કરી શક્તા જ નથી, પરંતુ દેહ અને મનને યથાયેગ્ય
For Private And Personal