________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૨૦૭
આરામ આપવામાં પણ નિષ્ફળ નીવડે છે. એટલા માટે અંદગીની ઉજ્જવળ અને ઉછળતી અવસ્થા કે જે વનાવસ્થાના નામથી ઓળખાય છે તે અવસ્થાની અંદર પિતાની પ્રામાણિકતા, શુભ નિષ્ઠા અને સદાચારશીલતાને સુરક્ષિત રાખી એ ઉદ્યમ કરવો કે જેથી અંદગીના છેલ્લા દિવસો સુખ અને પરેપકારમાં વ્યતીત થઈ શકે.
શિષ્ય–અમારા સરખા પ્રવૃત્તીવાળા ગૃહસ્થથી બારે માસ ધર્મકરણું કેમ બની શકે ?
સૂર–મારે કહેવાને આશય એ છે કે રાત્રીએ આરામને માટે જેવી રીતે દિવસના પરિશ્રમની જરૂર છે, તેવી જ રીતે પ્રવૃત્તીવાળા ગૃહસ્થાએ એવી પ્રવૃત્તી સેવવી કે જેથી તેઓને ચોક્કસ સમય નિવૃત્તી કિંવા ધર્મકરણીને માટે મળી શકે. ચોમાસાના ચાર માસમાં ગૃહસ્થો અથવા ધંધાદારીઓની પ્રવૃત્તી કંઈક શાંત હોય છે. જેઓ આઠ માસ સખ્ત ચિંતા અને શ્રમમાં પસાર કરે છે તેઓ ચાતુર્માસના ચાર મહિના શાંતિ લેવાનું પસંદ કરે છે. આ ચાર મહિના ધર્મ “ધ્યાનને માટે ખાસ અનુકળ થઈ પડે એવી વ્યવસ્થા આપણા ઉપકારી આચાર્ય મહારાજાઓએ કરી છે. હવે જે આઠ મહીના આળસ કિવા પ્રમાદમાં ગાળ્યા હોય તે ચાતુર્માસમાં પણ પુરતી શાંતિ કે ધર્મ કરણને માટે અનુકૂળતા પ્રાપ્ત થાય નહીં. ચાતુર્માસની ઋતુ ધર્મ ધાનને માટે બહુ જ અનુકૂળ હોય છે. તે વખતે કોઈ એક સ્થળે મુનિ મહારાજાઓની જોગવાઈ પણ મળી શકે છે. પૃથ્વીમાં સર્વત્ર મનેહરતા અને નવપલ્લવતા વ્યાપી રહી હોય છે તેથી હદય
For Private And Personal