________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સ્થાને પાપ ગ્રહની સાથે ચંદ્રમા તથા રવી હોય તે સંતતી પરપુરૂષથી પેદા થયેલી હોવી જોઈએ એમ તિર્ષિદ માને છે.
શિષ્ય–બાળકને દાંત ક્યારે આવે અને તેનું ફળાફળ કેવી રીતે જણાય?
સૂર-દિવસથી માંડી બે વર્ષ પુરા થાય તેટલી મુદતમાં બાળકને પુરાં દાંત આવે છે. સાતમા વર્ષથી માંડી દસ વર્ષની અંદર સર્વે દાંત એકવાર પડી જઈ પુન: ઉગવા લાગે છે સિાત મહીનાની અંદર જે બાળકને દાંત આવવા લાગે કિવા જન્મથી જ જે બાળક દાંત સહિત હોય તે તે નિશ્ચયથી કુળને નાશ કરનાર મનાય છે. તે અપલક્ષણની શાંતિ માટે ધર્મકૃત્ય કરવાં.
બત્રીસ દાંત જેને સંપૂર્ણ હોય છે તે રાજા થાય, એકત્રીસ હોય તે ભેગી થાય, ત્રીસ હોય તે થોડા પૈસાવાળો થાય, ઓગણત્રીસ હોય તે દરિદ્ધી થાય અને અઠ્ઠાવીસ હોય તે સુખી થાય એવો નિયમ છે.અઠ્ઠાવીસ કરતાં ઓછા દાંતવાળે મનુષ્ય ઉત્તમ પાગ લેખાતો નથી. વળી કુંદન કેલરના કુલ જેવા જેનાં દાંત સરખા, ઝીણ, સુંવાળા, સ્વચ્છ, લાલ પેઢાવાળા, તીક્ષણ દાઢવાળા અને નક્કર હોય તે મનુષ્ય આ લેકમાં ધન-ધા યની સમૃદ્ધી પ્રાપ્ત કરી સુખ ભોગવે. ગધેડાના જેવા તથા વાઘના જેવા દાંત હોય છે તે પણ શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ બે હાથી ઉગેલાં, છૂટા છૂટા, કાળા, વિકરાળ, અને ખડબચડા અથવા મહાના મોટા દાંત હોય તે સારાં ગણાતાં નથી. તે પાપકારી અને દુઃખદાયી ગણાય છે.
For Private And Personal