________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
-
B
૧૯૮
વિવેક વિલાસ. શુદ્ધ કફ ધન થાય છે એમ વૈદ્ય કહે છે તે માનવા યોગ્ય છે. મેદવાળા મનુષ્યને માટે દિવસે સૂવું હિતકર નથી. શિખ્ય–ભૂખ્યા પેટે સૂઈ રહેવાય ?
સૂરિ–મનુષ્ય જે કાંઈ પણ ખાધા વગર દિવસે સૂઈ રહે તે હેજરીને કામ કરવાને પુષ્કળ સમય મળે છે અને તેથી તેની પાચન શક્તિ ઉપર બહુ સારી અસર થાય છે. કેટલાકે તે એટલે સુધી કહે છે કે ભૂખ્યા પેટે સૂઈ રહેવામાં આવે તે પેટમાં કદાપિ પાષાણ હેય તે તે પણ પચી જાય છે. રાત્રીએ ઉજાગરે કર્યો હોય અથવા કરવાનો હોય તે જમ્યા પછી થોડે વખત સૂઈ રહેવું એ એગ્ય છે
શિષ્ય-ગ્રિષ્મ રૂતુમાં ઘણા મનુષ્ય દિવસે ખૂબ નિદ્રા લે છે તેનું કેમ?
સુરિ–ગ્રિષ્મ રૂતુમાં દિવાનિદ્રા નુકશાન નથી કરતી. કારણ કે તે વખતે શરીરમાં વાયુને સંચય થયેલું હોય છે, હવા રક્ષ બનેલી હોય છે અને રાત્રી ટૂંકી થઈ હોય છે તેથી ગ્રિષ્મમાં દિવસે સૂઈ રહેવું નિષિદ્ધ નથી. ગ્રિષ્મ ઋતુમાં પડેલી ટેવ બીજી
તુ બેસતા તુરતજ દૂર કરી દેવી જોઈએ. નહીંતર એ ટેવ વખત જતાં મનુષ્યને હેરાન કરે છે. દિવસની નિદ્રા ગ્રિષ્મ સિવાયની બીજી ઋતુમાં કફ પિત્તને વિકાર ઉત્પન્ન કરે છે.
- શિષ્ય—આપે રાત્રી સંબંધી, સંતાનોત્પત્તિ સંબંધી તથા ટુંકામાં એહિક અને પારલેકિક કલ્યાણ સંબંધી જે ઉપદેશ મને આપે છે, તે મારા હૃદયમાં બરાબર કોતરાઈ રહ્યો
For Private And Personal