________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૧૮૯ ચાડી–નિ વિગેરેમાં લગની રાખે અને દુરાચારમાં મગ્ન રહે તે બેશક તેના સંતાનો પણ તેવાજ પાકે ! આંબામાંથી આમ્રફળ અને લીંબડામાંથી લીંબોળીઓ જ પાકે એ અબાધિત નિયમમાં પરિવર્તન થઈ શકતું નથી.
સૂરિ—તમે કહ્યું તેજ મારો આશય છે. એ આશય સિદ્ધ કરવાને માટે સ્ત્રી કેળવણીની અનિવાર્ય આવશ્યક્તા છે; એટલું તે તમે વિના સંકોએ સ્વીકારી શકશો. માતાઓ સચ્ચરિત્ર. ઉદાર અને કર્તવ્ય તત્પર બને એટલા માટે તેમને શીક્ષણ પણ એવું જ મળવું જોઈએ કે જેથી તેમની યુગની પરતંત્ર તાની બેડીઓ દૂર થાય ! પિતાનું, પોતાના કુટુંબનું, ધર્મનું અને દેશનું ગૌરવ શેમાં રહેલું છે તે બરાબર સમજી શકે! જ્યાં સુધી સ્ત્રીઓ ન સુધરે ત્યાં સુધી સમાજ-ઉન્નતી કે દેશની ઉન્નતીનું એક ઉપગી અંગ હમેશાં પક્ષાઘાતવાળું જ રહેવાનું. હું ધારું છું કે સ્ત્રી કેળવણીની આવશ્યક્તા ઉપર જૂદા જૂદા પ્રસંગે મેં જે કહ્યું છે તે તમારા લક્ષ હાર નહીં ગયું હોય.
શિષ્ય–ગર્ભની ક્રમે ક્રમે કેવી રીતે ઉન્નતિ થાય છે, તે હજી આપે નથી કહ્યું. માટે તે વિષય ચર્ચાય તે ઠીક એવી હારી ઈચ્છા છે.
સૂરિ–પિતાનું વીર્ય તથા માતાનું લોહી એકત્ર થયા પછી એક પ્રકારનું કલલ અર્થાત્ સ્વરૂપ ઘડાય છે, પછી સાત દિવસે તે કલમથી અર્બદ કહેતાં પરપોટા જે આકાર બંધાય છે, તે પછી સાત દિવસે અબ્દની પેશી એટલે કે કોથ
For Private And Personal