________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૮
વિવેક વિલાસ. હેટી હેટી લડાઈમાં જોડાયા હતા. તે વખતે તેમની સ્ત્રી પણ સાથે જ રહી તેમાં યથાશક્તિ ભાગ લેતી હતી. શિવાજી મહારાજ જ્યારે ગર્ભમાં હતા તે પ્રસંગે પણ રાણું વીરતા–ધીરતા અને સહન શીળતા સાથે ગર્ભનું પાલન કરતા લડાઈની અંદર કેદ પકડાયા હતા. કેદમાં પુરાવા છતાં તે વરમાતા હમેશાં એવી જ પ્રાર્થના કરતા કે –“મારે પુત્ર શૂરવીર, સંગ્રામમાં વિજયી અને સ્વદેશ તથા સ્વધર્મનું રક્ષણ કરવામાં ઘવાદ્રિતીય બને, એજ એક માત્ર મારી અભિલાષા છે.” થોડા વખત પછી શિવાજીને જન્મ થયો અને માટે થતાં તે સંકલ્પબળના પ્રભાવથી મહાન વીર કેસરી, સ્વદેશભક્ત, અને સ્વધર્ણોધ્ધારક બની હિંદના ઈતિહાસમાં અજરામરતા પ્રાપ્ત કરી. આવા અનેક ઉદાહરણે સંસારના ઇતિહાસમાં પગલે પગલે મળી આવે છે.
શિષ્ય–આપને કથિતાશય હું જે બરાબર સમજી શક્યો હોઉં તે તે ટુંકામાં એટલોજ કે ગર્ભ રહેવા વખતે તથા ગર્ભકાળ વખતે માતા સ્વદેશાભિમાની કિંવા પ્રભાવિક ધર્મ વીરેના-ભકતના કે તત્વજ્ઞાનીઓના વૃત્તાંત ધ્યાનપૂર્વક સાંભળી મનન કરે તે તે વૃત્તાન્તને અનુરૂપ સંતતી પેદા થાય છે. તેમજ જે હુન્નર-કળામાં સગર્ભા શેખ રાખે અથવા પિતાના ફરજંદને જે કળામાં નિપુણ બનાવવું હોય તે તે કળા ઉપર શેખ રાખે તે અવશ્ય તેજ કળામાં નિપુણ નિવડનાર ફરજંદ પ્રાપ્ત થાય છે. તેથી ઉલટું જે સગર્ભા સ્ત્રી ટંટા-ફસાદ
For Private And Personal