________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૪
વિવેક વિલાસ. શિષ્ય-એવી કઈ વસ્તુઓ છે કે જેના ખાન-પાનથી વીર્ય વૃદ્ધી થાય?
સૂરિ-જે કઈ વસ્તુ મધુરચીકણું, પુષ્ટી કરનારી, બળને વધારનારી અને મનને હર્ષ ઉપજાવનારી હોય, તે સર્વ વસ્તુઓ વૃષ્ય કિવા વિર્યની વૃદ્ધિ કરનારી લેખાય છે. દાખલા તરીકે દૂધ, અડદ, કૅચબીજ વિગેરે.
શિષ્ય-ગર્ભ રહ્યો છે કે નહીં તેની ખાત્રી કેવી રીતે કરી શકાય ?
સૂરિ–જ્યારે સ્ત્રીને ગર્ભ રહે છે ત્યારે સુઘડ સ્ત્રી તત્કાળજ તે જાણી શકે છે. છતાં નીચેના લક્ષણે ઉપરથી પણ ગર્ભ રહ્યાનું જાણી શકાય છે– (૧) ગર્ભ રહ્યા પછી રજસ્વલા બંધ થાય છે—જે કે અપવાદ તરીકે કોઈ કોઈ વાર ગર્ભકાળ પુરો થતાં સુધી અટકાવ આવે છે; પરંતુ તેના રંગમાં લાલાશ ઓછી હોય છે. (૨) સ્તનના કદમાં વધારે થાય છે. તેને કાળો વ્યાસ માટે થઈ તે પર ઝીણા ઝીણા દાણું ઉપડી આવે છે. તેમાં દુખાવો તથા ગાંઠા ગાંઠા જણાય છે. (૩) સવારમાં ઉઠતાં મહામાં મેળ આવે છે, બેચેની અને અરૂચી જેવું જણાયા કરે છે. (૪) ચાર માસ પછી બાળકનું ફરકવું અનુભવાય છે. (૫) પેટનું કદ વધતું જાય છે-જે કે બીજા રોગોથી પણ પેટ વધે છે, પણ સગર્ભાવસ્થામાં ક્રમશ: પેટ વધે છે, તેમજ તે સખ્ત પણ હતું નથી. (૬) ડુંટી બહાર નીકળી આવે છે અને તે પેટની ચામડીની બરોબર થાય છે. (૭) શરીર કાંતિ તેજસ્વી અથવા નબળું
For Private And Personal