________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૪
વિવેક વિલાસ. કરતા એ કામાગ્ની ધુંધવાતે જ રહેતું હોય છે. એ કામવિકાર ધર્મને અને ધનને નાશ કરે છે એમ હું અગાઉ જણાવી ગયે છું. હવે સંયમી પુરૂષની વાત કરીએ. તેઓના હૃદયમનમાં પ્રાય: જનહિત અને આત્મહિતના દેવી વિચારે નિરતર ઘોળાયા કરતા હોય છે–અલબત્ત, તેઓ યથાર્થયેગી કે મુનિની દશા કરતાં ઘણું નીચેની પંક્તિઓ હોય છે તે પણ તેમનું સંસારી છેરણ પામર મનુષ્ય કરતાં ઉચ્ચ કેટનું હોય છે. અર્થાત તેઓ પરિપુઓ ઉપર સંયમ મેળવવામાં પ્રયત્નશીલ હોય છે. સ્થિતિ આવી છતાં પુત્રોત્પત્તિની ફરજ કિંવા વંશરક્ષાની પ્રક્રિત્તિ તેમને કામવિકારને શરણે જવાની પ્રેરણા કરે છે. અંતરથી તેઓ સંયમી હોય તે પણ તેમને તે શરણ લેવું પડે છે. આવા સંગમાં તેઓ વિલાસી દ્રવ્ય અને વચનોની સહાય લે એ કેવળ સ્વાભાવિક છે. કારણકે જે તેઓ આવી ઉત્તેજક સામગ્રીની મદદ લે તો ઉપશાંત થયેલા વિકારે ફરાયમાન થાય નહીં. કહેવાનો મતલબ એવી છે કે વિવેકી અને સંયમારાધના કરવા તત્પર એવાં સ્ત્રી-પુરૂષને વિલાસની સામગ્રી સેવ્યા વિના ચાલે નહીં. બાકી કામપીડિત સ્ત્રી-પુરૂષને માટે તે તેની કશી જરૂર નથી. તેમને માટે એવી સામગ્રી ઉલટું બળતામાં ઘી હોમવા બરાબર થાય છે.
શિષ્ય–વિકારનું સેવન કરવું અને વળી સંયમ સેવવે. એ કેમ બને ?
સરિ–સંસારી જનેએ આ વાત ખાસ કરીને સમજી લેવી જોઈએ. સંસારને હેટ ભાગ એમજ માની બેઠે હોય
For Private And Personal