________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૩
સૂરિ શિષ્ય સંવાદ. શિષ્ય—શ્રી-સમાગમ પૂર્વે વિલાસના દ્રવ્યોની કાઇ કાઇ ગ્રંથમાં અત્યાવશ્યકતા દર્શાવવામાં આવી છે તેને શું હેતુ હશે ? સૂર- વિલાસનાં દ્રવ્યે કામેાત્તેજક હોવાથી તેની આવશ્યકતા અતાવવામાં આવે એમાં કંઈ નવીનતા નથી. વિલાસનાં વચના વાસનાને ઉત્તેજવામાં સૌથી અગત્યના ભાગ ભજવે છે. શૃંગારી પુરૂષો દક્ષિણ નાસિકા વહેતી હૈાય ત્યારે વિલાસના વચના પૂર્વક સ્ત્રીને કામ વિકાર ઉપજાવી સ્ત્રી-ઇંદ્રિયના કમળાકાર મૂળ પ્રદેશમાં વીર્ય સમકાળે મિશ્ર થાય તેવી રીતે પુત્રને અથે સંભાગ કરે છે. પુત્રીની ઇચ્છાવાળા પુરૂષા ડાખી નાસિકા વહેતી હૈાય ત્યારે ઉપર કહ્યું તે પ્રમાણે કરે છે.
શિષ્ય—તે તા ઠીક. પણ વિલાસનાં બ્યા અને વચનાની જરૂર શી ? કામિવકાર તે કુદરતી રીતે જ પ્રાણીમાત્રમાં રહેલા હાય છે !
સૂરિ—તમારા એ પ્રશ્નના ઉત્તરમાં એક બહુજ અંગત્યની વાત પ્રકટ કર્યા વિના ચાલતુ નથી. કામવિકાર પ્રાણીમાત્રમાં પ્રત્યેક ક્ષણે વમાન હોવાજ જોઇએ. એમ માનવું એ હદ ઉપરાંતની અજ્ઞાનતા છે. જેએ વિવેકી અને સંયમવાળા હાય છે તે લેાકેાત્તર ચિંતન અને અધ્યયનમાં દત્તચિત્ત રહેતા હોવાથી એ વિકારનુ મળ ઘણે અંશે ન્યુન થઇ જાય છે, તેમને તે વિકાર એક વ્યસનની પેઠે પીડા આપતા નથી. વ્યસની પુરૂષોની દશા તે તેથી છેક ભિન્ન પ્રકારની હોય છે. તેમના મનમાં તા ખાતા-પીતા સૂતા-બેસતા અને વેપાર ઉદ્યોગ
For Private And Personal