________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૬૧ ધર્મ રહી જ ન શકે, પરંતુ ધનને નાશ કેવી રીતે થાય તે સમજવું જોઈએ? - સૂરિ—કામવિકારના પંજામાં સપડાયેલા મનુષ્યો ધન અને અધીકારને ગુમાવી રસ્તાના ભીખારી બની કેવી અધમ દશામાં પિતાનું જીવન પુરૂં કરે છે તેના એક-બે નહીં પણ સેંકડે દાખલાઓ આ સંસારમાં મળી રહેશે. ભલભલા બુિદ્ધમાન અને ધનવાન મનુષ્ય પણ આ વ્યસનની જાળમાં સપડાયા પછી પિતાની બુદ્ધિ અને સંપત્તિ ગુમાવી દયાપાત્ર સ્થિતિમાં આવી પડે છે. પરસ્ત્રી ઉપર સહેજ કુદ્રષ્ટિ કરવાથી રાવણ જેવા માન્યાતાઓની સંપદુ પણ ઘળમાં મળી ગઈ; એ વાત કેણ નથી જાણતું? તે પછી પામર મનુષ્યનું તે કહેવું જ શું?
આપ તેને વ્યસન કહો છે? સૂરિ–યસને એટલે બંધન-જાળ, કામ વિકાર જ્યારે વ્યસન રૂપે પરિણમે ત્યારે પછી કામી પુરૂષને પિતાની અવનતિ કે બરબાદીનું લેશ પણ લક્ષ રહેતું નથી. જેવી રીતે જુગાર અને મદ્ય-માંસના વ્યસનીઓ પ્રાણજતાં સુધી તેના પંજામાંથી છટકી શક્તા નથી, તેવી જ રીતે કામવિકારના પ્રબળ ફસામાં સપડાયા પછી બુદ્ધિમાન ગણાતા મનુષ્ય પણ છતી આખે આંધળા બની જાય છે. ખરેખર કામાંધ મનુષ્યની દશા બહુ દયાજનક હોય છે! એ વિકાર વ્યસનરૂપે ન પરિણમે એટલા - ૧૧
For Private And Personal