________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૮
વિવેક વિલાસ.
પ્રાણીઓ સમજે છે, એટલુંજ નહીં પણ જોઇએ તે કરતાં પણ વધારે ચીવટથી એ કરારને વળગી રહે છે.
શિષ્ય—આપના એ કટાક્ષ યથાર્થ છે. લગ્ન માત્ર કામ ભાગ અર્થે નહીં, પણ ધર્મ-અર્થની સિદ્ધિ અર્થ પણ છે એ વાત પ્રાય: ભૂલી જવામાં આવે છે. વ્યભિચારી મનુષ્યો તે એ છેલ્લા પદના અર્થ પણ સમજતા હશે કે નહીં એ શકા છે! સૂરજે સ્રી કિવા પુરૂષ વ્યભિચાર આદરે છે, તે પેાતાની પ્રતિજ્ઞાના ભંગ કરે છે એ તા સ્પષ્ટજ છે; પર’તુ તેની સાથે વ્યભિચારી પુરૂષ પોતાની સ્ત્રીના અને વ્યભિચારી સ્ત્રી પોતાના પતિના પણ એક રીતે ઘાત કરે છે એમ કહીએ તા પણ ખાટું નથી.
શિષ્ય—ખરૂં છે. દંપતીમાંથી એક જણ જ્યારે દુરાચારને માર્ગે વળે છે ત્યારે તે જો સ્ત્રી હોય તા તેના પતિને અને જો પતિ હોય તેા તેની પત્નીને સ્વાભાવીક રીતેજ એવા આઘાત કરે છે કે જે આઘાતની અસહ્ય વેદના તેઓ જીંદગીભર ભૂલી શકતાં નથી અને કેટલીકવાર તેા એ વેદનાજ મનુષ્યનું જીગર અંદરથી ફાલી ખાય છે અને તેને રીખાવીરીમાવીને પ્રાણ રહિત કરી નાંખે છે.
સૂર——પતિ-પત્નીમાંથી એક જણ દુરાચારી બનતાં સ્વર્ગ જેવા ગણાતા ગૃહસ સારમાં નના સંતાપ ઉતરે છે. ક્ષણિક સુખની લાલચે કલ્પવૃક્ષ સમા શીતળ તરના મૂળમાં સડા દાખલ કરવા એ બુદ્ધિમાન મનુષ્યને ઉચિત નથી. પ્રકટ વ્યભિચારને લીધે અાર ત્રાસ અને દુ:ખનુ
For Private And Personal