________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૫૮ શિષ્ય—એ રહસ્ય જરા વિસ્તારથી સમજાવશે.
સૂરિજેવી રીતે માતા-પિતાના બળ–વીર્યની અસર ગર્ભ ઉપર થાય છે તેવી જ રીતે માત-પિતાની ભાવના પણ ગર્ભ ઉપર ઘણું અદ્ભુત અસર કરે છે. મનુષ્ય પાંચ ભૂતનું બનેલું પુતળું માત્ર જ નથી. તેનામાં વિચારનું કિંવા ભાવનાનું એક એવું સ્વર્ગીય અને અપ્રતિહત બળ રહેલું છે કે તે બળના પ્રતાપે ગીઓ અસંભવિત ઘટનાઓ ઘટાવી શકે છે. આવા અલોકિક ભાવનાબળની અસર ગર્ભ ઉપર થાય એમાં કંઈ નવાઈ નથી. એટલા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પુરુષે પ્રસન્નચિત્તથી એકાંતમાં સ્ત્રી સેવવી. કારણ કે તે સમયે પિતાનું જેવું મન હોય તેવી સંતતી થાય છે.
શિષ્ય–અર્થાત્ પુરૂષ અથવા સ્ત્રી ઈચ્છાનુસાર કામગ કરી શકે એને નિષેધ થઈ જ ગયા. કારણ કે માત્ર કામ-વાસનાથી પ્રેરાયેલો મનુષ્ય પોતાના તન-મનને પવિત્ર-નિર્મળ કે પ્રસન્ન રાખી શકતા નથી. તેથી તેને સારી સંતતી ઉત્પન્ન કરવાની ગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી.
સુરે–આ સ્થળે લગ્નને બીજો નિયમ પણ યાદ રાખવે જોઈએ ?
શિષ્ય-તેજ આપણે ચાલુ વિષય હતો. હવે તેજ બાબત ઉપરજ પ્રકાશ નાખો. ' સૂરિજીત્રા મેવ રંગ અર્થાત પુત્રને અર્થે જ સંગ કરવાને દંપતીને અધિકાર છે. તે સિવાય પાશવ
For Private And Personal