________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૯
સુરિ શિષ્ય સંવાદ. વાદળ ઘેરાય એમાં તે કંઈ નવાઈજ નથી, પરંતુ પતિને પોતાની સ્ત્રી વ્યભિચારિણી હોવાની અને પત્નીને પિતાને પતિવ્યભિચારો હોવાની આશંકા આવતાં સુધામય સંસાર વિષમય બની જાય છે. કહેવાની મતલબ એ છે કે લગ્નના પવિત્ર કેલને ભંગ ન થાય તેની સ્ત્રી-પુરૂષે બહુ સખ્ત સાવચેતી રાખવી જોઈએ. એટલું જ બસ નથી, પણ તે સંબંધી શંકા લાવવાનું કારણુ સુદ્ધાં ન મળે તેવા પ્રકારને નિર્દોષ વ્યવહાર રાખવો જોઈએ.
શિષ્ય-આપણામાં બ્રહ્મચર્યની જે નવ વાડે કહેવામાં આવી છે તેને જે યથોચિત માત્રામાં વળગી રહેવામાં આવે તે એવી આશંકાને સ્થાન ન મળે.
સરિ–આજકાલના સાહસિક યુવકે એવી આશાઓને હસી કહાડે છે. તેનું પરિણામ પણ તેઓ હાથે હાથ મેળવે છે. દીનપ્રતિદીન વધતી જતી સ્વચ્છંદતાને લીધે પતિ-પત્નીએ પરસ્પરમાં જે જોઈએ તે વિશ્વાસ ધરાવતા નથી. સિ કે પિતના મન કલ્પિત ધરણ પ્રમાણે અન્યને નીહાળે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાય કંઈ છેક છેટે નથી. તમારા મનમાં જે વહેમ અને આશંકા હોય તે તમે અન્યના વર્તનમાં પણ એ વસ્તુઓ જોયા વિના રહે નહીં. ઘણીવાર મૂળ વ્યાધિની એક ગેરહાજરીમાં વ્યાધિની આશંકા જ વ્યાધી કરતાં સહસ્ત્રગણું દુઃખદાયક ફળ ઉપજાવે છે.
શિષ્ય–વ્યભિચારી સ્ત્રી-પુરૂષ પિતાનું પુન્ય ગુમાવી દઈ મહેમાહે એક-બીજાના ઘાતક નીવડે છે, એ વાત બરાબર મારા
For Private And Personal