________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૮૫
ભાજનના દ્રવ્યા શુદ્ધ રહી શકે છે. કીરણેાથી આ જગતમાં એક કુદરતી પ્રકારની વિશુદ્ધિ ફેલાય છે અને એટલા માટે સૂર્યના કીરણામાં સૂર્ય સ્નાન કરવાનુ પણ કાઇ કાઈ પ્રખાધે છે. સૂર્યના પ્રતાપે સર્વ પ્રકારની અશુચિતા શાષાઇ જાય છે. વળી જીવ જ તુઓના ઉપદ્રવ પણ દિવસના ભાગમાં એટલા બધા નથી હાતા કે જેટલા સૂર્યાસ્ત પછી હાય છે, બીજું એ કે રાત્રીના સમય અની શકે ત્યાં સુધી સંયમ અને ધર્મકાર્ય માં જ વીતાવવા જોઇએ, જો આ સમયે પણ મનુષ્ય પેાતાની વાસના અને પ્રપ ંચાને ન ત્યજી શકે તેા તેને આત્મવિચારણાની બે ઘડી મળવી અશકય થઈ પડે. રાત્રીભોજનના નિષેધ કરવામાં નૈતિક તથા આધ્યાત્મિક ઘણાં કારણેા રહેલા છે, તેના તેા તમે જેમ જેમ ખારીક વિચાર કરતા જશે! તેમ તેમ અધિક સ્પષ્ટતાથી અનુભવ થશે.
શિષ્યધર્મ કાર્ય પ્રત્યેક મનુષ્યે કરવું જોઇએ, એટલું જ નહીં પણ જેએ પાપ પુણ્ય અને ઇશ્વરની બાબતમાં શ્રદ્ધાવાળા છે, તેઓ અનુકૂળ પ્રસંગે ધર્મનું કાર્ય કરવામાં પ્રમાદ કરતા નથી. તા પછી ખાસ અમુક સમયે, દાખલા તરીકે સંધ્યા સમયે જ્ઞાન ધ્યાન કરવાના આજ્ઞા ઉપદેશ શા માટે ? સૂરિ-આત્મકલ્યાણ સાધવાની જીજ્ઞાસાવાળાં મનુષ્ય માટે કઇ ખાસ સમયનુ અધન હાતુ નથી. સામાન્ય રીતે જ્યારે વિશ્વમાં અપાર શાંતિ પ્રસરે, સમગ્ર જગત જ્યારે નિવૃત્તિના વિશ્વવ્યાપી સૂરમાં એકરાગ થઇ જાય ત્યારે જો મનુષ્યા પણ
For Private And Personal