________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય-પુરૂષ–પાત્રના લક્ષણે આપે જેવી રીતે વર્ણવ્યા તેવી રીતે કન્યા–પાત્રના ગુણ–દે તથા પરીક્ષાઓ પણ શાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં હોવી જોઈએ.
સૂરિ–તે સબંધી પણ પુષ્કળ પરીક્ષાઓ અને બાહ્યા લક્ષણે જાણવા ચોગ્ય છે અને તે બધા ગ્રંથાધારે કહી શકાય તેમ છે.
શિષ્ય—પરંતુ આજે તે વાર્તાલાપમાં નહીં પડતાં પુરૂષ લક્ષણે વિષેજ વિસ્તૃત વિવેચન થાય એ વધારે સગવડકારક થઈ પડશે. મારા ધારવા પ્રમાણે પુરૂષની બાહા આકૃતી ઉપરથી તેની ઉન્નતી તથા અવનતીનું માપ નીકળી શકે છે.
રિ–અમુક માણસ ભવિષ્યમાં પૂજનીય, સુખી કે કીતિશાળી થશે કે નહીં વિગેરે ગુપ્ત બાબતે પણ પુરૂષના બાહ્ય લક્ષણો ઉપરથી નકકી થઈ શકે છે. તમારી ઈચ્છા હોય તે આપણે આજે તેજ વિષય ચચીએ. શિષ્ય–ભલે, ભવ્યાકૃતી પુરૂષનાં લક્ષણો કેવો હોય ?
સૂરિજે પુરૂષની છાતી–વક્ષસ્થળ, મુખાકૃતી તથા કપાળ એ ત્રણ વિસ્તૃત એટલે પહેલા અને નાભી, સ્વભાવ તથા સ્વર એ ત્રણ ગંભીર હોય તે પુરૂષ પ્રશંસાને પાત્ર બને છે. શિષ્ય-પૂજાપાત્રનાં લક્ષણે કેવાં હોય?
સૂરિ–જે પુરૂષનાં કંઠ, પીઠ, લીંગ અને જંઘાએ એટલા અવયે હસ્વ એટલે ટુંકા હોય તે હંમેશા પૂજાપાત્ર બને.
શિષ્ય–સુખશીલ મનુષ્યના લક્ષણો કેવા હોય?
For Private And Personal