________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨૮
વિવેક વિલાસ.
જ છે. પુરૂષાએ જ્યારે સ્ત્રીઓને કેવળ કામિની અને રમણી બનાવી દીધી અથાત્ નારી જાતિને માત્ર કામ જોગ અને રમણ–ક્રિડાની એક પુતળી માની લીધી ત્યારે કરૂણાસાગર આચાર્યો, અને ઉપદેશકને એ મેહધકાર દૂર કરવા નારી જાતિ પ્રત્યે કઠેર થવું પડયું. જે પુરૂષે પોતાની મર્યાદા સંભાળી શકતા હોત તે સ્ત્રી જાતિની આવી અવમાનના કદાપિ થાત નહિ.
શિષ્ય-મર્યાદા આપ કેને કહો છો તે મારે જાણવું જોઈએ.
સરિ–પુરૂષ અથવા સ્ત્રીએ વિવાહિત થયા પછી પિતાની વાસનાઓને મર્યાદિત કરવી જોઈએ, એમ શાસ્ત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. પુરૂષ સ્ત્રીને કિવા સ્ત્રી પુરૂષને ગમે તે ઉપભેગ કે ઉપયોગ ન કરી શકે. સ્ત્રી-પુરૂષના લગ્ન એ પાશવ વૃત્તિને પિષવા માટે નથી, પરંતુ ખરું જોતાં પરસ્પરને નિયમમાં રાખવા માટે છે. લગ્નને એક પ્રકારના બ્રહ્મચર્યની જે ઉપમા આપવામાં આવી છે, તે આ મર્યાદા કિવા નિયમને લઈને જ. લગ્ન એ ધાર્મિક બંધન છે, તે પુરૂષ અને સ્ત્રીને વ્યભિચારી થતા અટકાવે છે. પણ તે કયારે ? પતી નિયમ અને યથાવિધિ રહી શકે તે જ. અન્યથા સ્વછંદ વર્તન અને વ્યભિચારમાં વસ્તુતઃ કંઈ જ ભેદ નથી. શિષ્ય-મર્યાદાનો ઝાખે ખ્યાલ આવી શકે છે. સૂરિ–સ્પષ્ટ ખ્યાલ આણવા માટે પુષ્કળ વિવેચન થવું
For Private And Personal