________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
૧૪૧
કરતા ઓર વૃદ્ધિ પામે છે. સામે પ્રતિવાદ કરે એવી કોઈ વ્યકિતના અભાવે તે મનુષ્ય પોતાના આત્માના ગગન ભેદી અવાજને પણ ગુંગળાવી દે છે. તે વખતે અત્યાચારી મનુષ્યમાં જે પ્રચંડ ઉગ્રતા, અત્યાચારપરાયણતા પ્રવિષ્ટ થાય છે તે તેના સઘલા વિવેકને ધ્વંસ કરી નાખે છે-તેને અધોગતિનો છેલ્લી હદે લઈ જાય છે એમ કહું તે તે પણ અપૂર્ણ છે.
શિષ્ય–અર્થાત્ અશરણ નારીને પૂજ્ય માનવામાં નઆવે તે તેજ ક્ષણે મનુષ્ય પિતાનું પૂર્વપુણ્યપાત મનુષ્યત્વ તદ્દન ગુમાવી બેસે છે, એમજ ને ?
સૂરિ-મનુષ્યમાંથી જે તેનું મનુષ્યત્વ ચાલ્યું જાય છે તે સિંહ-વ્યાધ્ર જેવા હિંસક પ્રાણી કરતાં પણ વધુ ભયંકર બની જાય છે, એમ શું કહેવાની જરૂર છે? એક મનુષ્ય હિંસક પશુના જેવું ભયંકર ધારણ કરે તેથી સમાજને તે અલબત્ત હાનિ ભોગવવી જ પડે; પરંતુ એ કરતાં પણ વિશેષ હાનિ તો તે નર પિશાચને પિતાને ભેગવવી પડે છે, એ વાત સમજવા જેવી છે.
શિષ્ય–આપના કૃપાપ્રસાદે એ વાત યત્કિંચિત્ મારા સમજવામાં આવી છે. હવે આપણે આપણા મૂળ વિષય ઉપર આવીએ. નારી જતી ક્યા ક્યા દુર્ગણોને લીધે તિરસ્કારને પાત્ર થઈ પડે છે, એ વિષય ચર્ચવા જેટલી હદે આપણે આવી પહોંચ્યા હતા.
સૂરિ–અંગીકાર ન કરવા સ્ત્રીઓની સમજ આપતાં કેટલાક નીતિકારે ષવાળી, બહુ લોભી, ગામેગામ
For Private And Personal