________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૬
વિવેક વિલાસ.
હોય તે તેને શુભ લેખવામાં નથી આવતે, તેમજ જે ડાબેભાગે ઉલટા ભમરા હેય તે તે પણું અશુભ જ સમજવા. માત્ર જમણે ભાગે અને વિશેષે કરીને કપાળને જમણે ભાગે સીધા ભમરા હોય તે તે શુભ ગણાય છે.
શિષ્ય–કન્યાઓના નામ ઉપરથી પણ ભય રાખવાનું કંઈ કારણ?
સૂરિ–કેઈ પણ રીતે દેવતા, સર્પ, નદી, પર્વત, નક્ષત્ર, પક્ષી, ચંડાળ, સેવક કે કઈ ભયંકર વસ્તુનું સૂચન થાય એવું કન્યાનું નામ પાડવું નહીં. ભૂમિ, ધાન્ય, લતા, ગુલ્મ–હાનું વૃક્ષ, સિંહ, વાધ અને ફળ એવાં નામ ધારણ કરનારી કન્યાઓને પણ પસંદગી આપવામાં આવતી નથી, કારણ કેવળ એટલું જ કે તેવા નામે કર્ણને પ્રિય થઈ પડતાં નથી અને જે વસ્તુ કર્ણને પ્રિય ન હોય તે હદયને પ્રિય થાય એમ કેવી રીતે માની શકાય? શિષ્ય—આપ જેને વિષ કન્યા કહો છો તે કેવી હોય ?
સરિ–મંત્ર તથા ઔષધોના પ્રયોગથી કેટલીક કન્યાઓ વિષમય થઈ ગયાનાં વર્ણન શાસ્ત્રમાં મળી આવે છે. તેના લક્ષ
નું વિવેચન કરતાં શાસ્ત્રકારોએ એવા અર્થનું કથન કરેલું છે કે જેના કેશના તથા વસ્ત્રના સ્પર્શથી કુલની માળા કરમાઈ જાય, જેના સ્નાનના પાણીથી અનેકાનેક ક્ષુદ્ર ને ઘાત થાય, જેના બીછાનામાં માંકડ મરણ પામે, જેના વસ્ત્રમાં જુઓ પણ જીવતી ન રહી શકે, જેને કફ-વાતનો વિકાર ન થતાં હમેશાં
For Private And Personal