________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૨૭ અતિશતિ નથી. તમે એક સંસારી પુરૂષ છે. સંસારી પુરૂષ સ્ત્રીના આચાર-વિચાર અને લક્ષણે સંબંધી પ્રશ્ન કરે એમાં કંઈ આશ્ચર્ય નથી.
શિષ્ય–સ્ત્રી એ નર્કનું દ્વાર છે એમ ન કહી નાખતાં સંસારીઓને ઉપયોગી થઈ પડે એવા વિષયમાં પણ આપ સહાનુભૂતિ પૂર્વક વાર્તાલાપ કરે છે એ આપની મહાન ઉદારતા છે. આપના સ્થાને અન્ય કોઈ હોય તે તેમની સન્મુખ આ પ્રટન લાવતાં સંકોચાવું પડે.
સૂરએમ સંકોચાવાનું કશું કારણ નથી. સ્ત્રી એનર્કનું દ્વાર છે એ કથન તમને અપ્રિય લાગતું હશે અને એમ લાગે તે બનવા જોગ છે. માત્ર એટલું સમજી લ્યો કે સ્ત્રી એ નર્કનું દ્વાર છે એમ કહેવામાં સ્ત્રીઓ પ્રત્યેની પુરૂષવની વાસનાને. મંદીભૂત કરવા સિવાય બીજો કોઈ આશય નથી. વસ્તુત: તમામ સ્ત્રીઓ નર્કના દ્વારભૂત છે એમ નિશ્ચય પૂર્વક કહેવું, એ એક પ્રકારનું સાહસ છે. “વદુરના વસુંધરા સંસારમાં સતી સન્નારીઓ પણ હોય છે. તેઓ મહાપુરૂષને જન્મ આપી, સેવાપ્રેમની ભાવનાઓને મૂર્તિમંત સ્વરૂપ આપી જગતને જે અનુપમ સંદર્ય અર્પે છે, તેની પાસે યેગીઓ પણ ક્ષણવાર દિગમૂઢ બની જાય છે.
શિષ્ય–તે પછી સ્ત્રીઓની હદ ઉપરાંત નિંદા કરવાનું કારણ શું?
સૂરિ–એને માટે જે કઈ જવાબદાર હોય તો તે પુરૂષ
:
-
For Private And Personal