________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫
સૂરિ શિષ્ય સંવાદ. છિદ્ર દેખાય તે આયુષ્યના પહેલા તૃતીયાંશમાં-ત્રીજા ભાગમાં મધ્યમા અને અનામિકા વચ્ચે છિદ્ર દેખાયતા આયુષ્યન બીજા તૃતીયાંશમાં તથા અનામિકા અને કનિષ્ઠા એમની વચ્ચે છિદ્ર દેખાય તે આયુષ્યના ત્રીજા તૃતીયાંશમાં; શ્રીમાન લેાકે પણ ભાજન અવસરે દુ:ખ પામે એવા કેટલાક આચાયનિ મત છે.
શિષ્ય આંગળીઓના ટેરવા ઉપર જે ભમરીઓ આવેલી છે તે પણ કાંઇ સૂચન કરતી હશે ? સૂરિ–અંગુઠાના તથા બીજી ચારે આંગળીએના અગ્ર ભાગને વિષે જમણી બાજુએ ભમરી ખાતા આવત્ત (ભમરા હાય તો શ્રેષ્ઠ જાણવા.
શિષ્ય-નખ જોવાથી કઇ અનુમાન નીકળી શકે ? રિ–નખના સંબંધમાં એવા સામાન્ય નિયમ છે કે જો તે રાતાં, સ્નિગ્ધ, અણીવાળાં, ઉંચા અને આંગળીના છેલ્લા ટેરવા ના અર્ધ ભાગથી નીકળેલા હોય તેા શુભ સમજવાં અને જો તે છીપસરખાં, કાળાં જાડાં, અગ્રભાગમાં ફુટેલાં, નીલવર્ણ, નિસ્તેજ, લૂખા અને વાંકાં હેાય તે તે અધમ સમજવા.
શિષ્ય-નખ ઉપર જે સફેદ બિંદુએ કેટલીકવાર જોવામાં આવે છે તેનુ શું ?
સૂરિ-હાથ પગના નખ ઉપર જો સફેદ બિંદુ ઉત્પન્ન થઈ કેટલાક દીવસ સુધી રહી પછી નાશ પામતા હેાય તે તે શ્રેષ્ઠ છે; એવું રાજા ભાજનું કથન છે.
For Private And Personal