________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૨૩ સૂરિ–અનામિકા આંગળીના છેલ્લા પર્વ ઉપર રહેલી આડી રેખા પ્રભુતા આપનારી ગણાય છે અને તેજ અનામિકાની તળે ઉંચી “ઉર્વ રેખા હોય તે તેને ધમરેખા સમજવી. વળી આ બન્ને રેખાઓ જે મધ્યમાં આંગળીની નીચે હોય તો તે દરિદ્રતા અને અધાર્મિકતાનું સૂચન કરે, અર્થાત્ તે મનુષ્ય દરિદ્ર અને અમિત થાય. તર્જની આંગળી અને હબંધની વચ્ચે તે આવેલી હોય તો તે સુખે મરણ આપનારી થાય.
શિષ્ય–સુખ-સમાધિએ મૃત્યુ નિપજવું એ પણ અહોભાગ્ય?
સૂરિ–કેમ નહીં ? મૃત્યુ સુધરે તે આખું જીવન સુધર્યું એમ જ માનવું! તપ–જપ વિગેરેને આશય પણ એવે જ હોય એમ કેટલાક પંડિત પુરૂષ કહે છે. મૃત્યુ વખતે વ્યામહ અને વાસના મનુષ્યને અત્યંત રીબાવે છે. પરંતુ તપસ્વી મનુષ્ય કે જેને શરીર–ધન–પરિવાર ઉપરથી ચાહ ચાલ્ય ગયેલ હોય છે તેને પેલી વાસનાઓ બહુ રીબાવી શકતી નથી. તેથી તે બહુ સુખ-સમાધી એ પંચપરમેષ્ટિનું કે ઈષ્ટદેવનું સ્મરણ કરતાં દેહાંતર કરી જાય છે.
શિષ્ય–મૃત્યુ વખતે જેવી મતિ રહે છે તેવીજ ગતિ થાય છે; એમ જે કહેવામાં આવે છે તેનો પણ એજ ભાવાર્થ હશે?
સૂરિ—એ વિષય આપણે અન્ય કોઈ પ્રસંગને માટે રહેવા દઈશું. અત્યારે તે હસ્તરેખાઓ વિષે જ સંપૂર્ણ વાર્તા
For Private And Personal