________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨
વિવેક વિલાસ.
સૂરિ–વસ્તુતઃ એમ જ છે. દાખલા તરીકે જેના હાથમ વજનું ચિન્હ હોય તે રાજા થાય, દેવમંદિરના આકારની રેખાઓ હોય તે ધાર્મિક થાય, શ્રી વત્સનું ચિન્હ હોય તે તે સુખી થાય; પાલખી, રથ, ઘોડો, હાથી તથા બળદ પ્રમુખના રેખાકાર હોય તે તે દિગવિજયી સેનાપતિ થાય. છત્રીશ આયુધોમાંથી એક પણ આયુધ જે રેખામાં આવેલું હોય તે તે શત્રુથી અજેય અને જયવંત રાજા બને. બીજું ઉદાહરણ લઈએ. જેના હાથમાં ન્હાનાં-મોટાં વહાણેના આકારે ગઠવાયેલા હોય તે સુવર્ણ, રૂપું અને રત્ન વિગેરેને સ્વામી થાય તેમજ વહાણના વેપારી તરીકે સારી નામના મેળવે. જેના હાથમાં હળ-મૂસળ (સાંબેલું) ખાંડણીઓ અને ત્રિકોણ રેખા ઈત્યાદિક ચિન્હ હોય તે ખેડૂત થાય. જેના હાથમાં ગાયને ગળે બાંધવાના દેરડાનું સ્પષ્ટ ચિન્હ હોય તે મનુષ્ય ઘણી ગાયને સ્વામી થાય, કમંડળ, ધ્વજ, કળશ અને સાથીઓના ચિન્હો હોય તે મહા સમૃદ્ધિવાન થાય.
શિષ્યચક્કસ પ્રકારના ચિન્હો ઉપરથી મનુષ્યનું ભાવી કેવી રીતે ઘડાય તે સમજાયું. હવે જરા ઉર્ધ્વ રેખાઓ વિષે વિચાર કરી લઈએ.
સૂર–પ્રભુતા આપનારી, ધાર્મિકતા આપનારી તથા પદવી આપનારી રેખાઓના વર્ણન પણ શાસ્ત્રમાં મળી આવે છે. - શિષ્ય–પ્રભુતા અને ધાર્મિકતાની રેખા ક્યાં આવેલી હોય છે?
For Private And Personal