________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦૮
વિવેક વિલાસ.
શવ-પ્રકૃતિ પ્રાય: સ્વાર્થપરાયણ અને ઇન્દ્રિયોને વશવત્તી હોય છે. જ્યાં જ્યાં આવી ઇન્દ્રિયપરાયણતા અને નિરંકુશતા જોવામાં આવે ત્યાં ત્યાં સુજ્ઞ પુરૂષ તિર્યંચગતિના સંસ્કાર હોવાનું સ્પષ્ટપણે કહી દે છે. એ લક્ષણેમાં મનુષ્ય પોતાના પરમ પુરૂષાઈથી પરિવર્તન પણ કરી શકે છે, પરંતુ પુરૂષાર્થની પ્રબળતા કે સંસ્કારની નીર્બળતા વર્ણવવાને આપણે ઉદ્દેશ નથી.
શિષ્ય-આત્માના બળ અને પરાક્રમ પાસે સંસ્કારે કંઈ બીસાતમાં નથી એટલી વાત તે હું પણ સ્વીકારું છું. હવે ગતિઓના લક્ષણ સંબંધમાં માત્ર એકજ પ્રશ્ન બાકી રહે છે.
સૂરિ–અને તે મનુષ્યનિ વિષેને છે ખરૂં કની? મનુષ્ય યોનિમાંથી આવેલે આમા નિય, દયાળુ અને ઉદાર લક્ષણવાળો હોય એ વાત સાંભળી તમને આશ્ચર્ય થયું હશે. જ્યાં ખરા મનુષ્યત્વને ખ્યાલ સુદ્ધ ન હોય અને પ્રાય: પાશવિતાને જ મનુષ્યત્વ માની લેવાની ભયંકર ભૂલ થતી હોય, ત્યાં મનુષ્યત્વની સાથે દયાળુતા અને ઉદારતાને સંબંધ જરા ચમક ઉપજાવે એ સ્વાભાવિક છે. આપણું ખરું મનુષ્યત્વ આજે હણાઈ ગયું છે. ગમે તે રીતે-ગમે તેવા અન્યાય અને પાપ કરીને પણ ધન-વૈભવ અને સંસાર-સુખ મેળવવું એને જ આપણે મનુષ્યની પરમ સિદ્ધિ માની બેઠા છીએ, પરંતુ તે એક એ ભયાનક ભ્રમ છે કે જે ભ્રમ સુધારવાને ભવ-બ્રમણ કર્યા વિના છુટકે થતું નથી.
શિષ્ય-મનુષ્યત્વ કેને કહેવાય?
For Private And Personal