________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સૂરિ–અંગુઠાની બાજુએથી અનુક્રમે આંગળીઓને લઈએ તે પહેલી જે આંગળી આવે તેને તર્જની અથવા તિરસ્કાર કરનારી આંગળી તરીકે ઓળખવામાં આવે છે.
શિષ્ય–અંગુઠા પાસેની આંગળીને એવું હલકું નામ કેમ આપવામાં આવ્યું હશે?
સરિ-ધારે કે તમારે એક નેકર તમારી સમક્ષ અત્યારે ઉભું રહે છેતે એવું અનુચિત કાર્ય કરીને આવ્યો છે કે તેનું હે પણ તમે વધારે વાર સુધી જેવા માગતા નથી, એવે વખતે તમે તમારા બીજા એક નેકરને બેલાવી આજ્ઞા ફરમાવે છે કે
આ માણસને અહિંથી બહાર કહાડી મુકે?” આ વેળા તમે કઈ આંગળીને ઉપગ કરે છે તેનું ધ્યાન કરશે તે જણાશે, તેમાં માત્ર તર્જની આંગળી જ કામે લાગે છે. તિરસ્કાર દર્શાવવા અર્થે મોટે ભાગે આ આંગળી કામમાં આવે છે, એટલા માટે તેને તર્જની એવું નામ આપવામાં આવ્યું છે. શિષ્ય–બીજી આંગળીઓનાં નામે શા શા છે?
સરિ-તર્જની પછી જે આંગળી આવે છે તેને મધ્યમાના નામથી ઓળખવામાં આવે છે. કારણકે તે બરાબર મધ્ય ભાગમાં આવેલી છે. તેની પછી જે આંગળી છે તેનું નામ કંઈ રાખવામાં આવ્યું નથી, એટલે તેનું નામ અનામિકા–નામ વિનાની આગળી એવું પડી ગયું છે. છેલ્લી ટચલી આંગળી સાથી હાની હોવાથી તેને કનિષ્ઠા કહેવામાં આવે છે.
શિષ્ય હસ્તરેખાઓ અને લક્ષણો જોવામાં સ્ત્રી-પુરૂષ ઉભયને કર્યો હાથ ઉપયોગી થાય ?
For Private And Personal