________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧૬
વિવેક વિલાસ. ખાથી જે તર્જની (અંગુઠા પાસેની આંગળી) અધિક લાંબી હોય તે પિતૃપક્ષ તથા લક્ષ્મી ઘણી જાણવી.
શિષ્ય–અંગુઠાનું અને બીજી ચાર આંગળીઓનું જે કુદરતી માપ હોવું જોઈએ તેમાં વધતા યા ઓછાપણું હોય છે?
સૂરિ-તે મનુષ્ય ધન ધાન્ય તથા આયુષ્યાદિમાં બહુ હીન દશા ભેગવે.
શિષ્ય–કઈ કઈ ભાગ્યશાળી મનુષ્યના મણિબંધ ઉપર જવના જેવી પંક્તિઓ જોવામાં આવે છે, તેને શું અર્થ કરવો?
સૂરિ–જે મણિબંધ ઉપર ત્રણ જવની પંકિતઓ હોય તે તે મનુષ્યના ભાગ્યમાં રાજ–લક્ષમી અર્થાત્ રાજ-વૈભવ છે, એમ સમજવું અને જે તે હાથની પાછળ પણ હોય તો તે રાજા કરતાં પણ અધિક સુખ-વૈભવ પ્રાપ્ત કરે એમ કહી શકાય.
શિષ્યહવે એવી પંક્તિઓ જે માત્ર બે જ હોય છે?
સરિ–તે તે રાજાને મંત્રી કિંવા મહટે ધનવાન કે પ્રખર પંડિત બને અને જો એક જવ રેખા હોય તે પણ તેના ભાગ્યમાં વૈભવ અને યશ તે રહે જ.
શિષ્ય-હાથની રેખાઓના સંબંધમાં સામુદ્રિક શાસ્ત્રને સામાન્ય અભિપ્રાય કે છે?
સરિ–જે મનુષ્યના હાથની રેખા સૂક્ષ્મ-પાતળી, સ્નિગ્ધ -સ્નેહવાળી, ગંભીર–ઉંડી, લાંબી, મધ સરીખા ભુરા રંગવાળી, પાછી ન વળેલી અને છેદ રહિત હોય તે તે શુભ જાણવી.
શિષ્ય-ત્યારે કેવી રેખાઓને શુભ ન જાણવી તે પણ સ્પષ્ટપણે દશાવ્યું હશે?
For Private And Personal