________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિવ સંવાદ.
૧૯૯ સૂરિ–પિતાના સુખનો ભોગ આપી અન્યને સુખ આ પવું, કુમાર્ગે ઘસડી જતી ઇન્દ્રિઓને સંયમમાં રાખી વૃત્તિઓના સ્વામી-માલેક બનતા જવું, આત્માના દબાઈ ગયેલા બળને પ્રકટાવી સવિશેષ પુરૂષાથી બનવું એજ ખરૂં મનુષ્યત્વ છે. જે મનુષ્યત્વની સ્વર્ગના દેવે પણ પ્રશંસા કરે છે અને જે દશ દ્રષ્ટાંતે દુર્લભ ગણુય છે, તે મનુષ્યત્વ પ્રાપ્ત કરવા છતાં જે તેની કીંમત ન સમજાય તે ખરેખર પૂજ્યપાદ આચાર્ય મહારાજ કહે છે તેમ હાથમાંના ચિંતામણને નિરર્થક ફેંકી દેવા બરાબર છે. પણ અત્યારે એ વિષયને જવા દઈશું. શિષ્ય–આપણે વર્તમાન વિષય મનુષ્ય પરીક્ષાને હતે.
સરિ-મનુષ્ય પણ ઘણુંખરા બે પ્રકારના હોય છે. એક સરળ સ્વભાવના અને બીજા વક્ર સ્વભાવના.
શિષ્ય તે સ્વભાવ આકૃતી ઉપરથી કેમ જણાય?
સુરિ-જે મનુષ્યનાં નાક, આંખ, દાંત, હેઠ, હાથ, કાન અને પગ એ સાત અવયવ સમ અવસ્થામાં હોય તો તેમને સરળ સ્વભાવવાળા અને વિષમ અવસ્થામાં હોય તે તેમને વક્ર સ્વભાવવાળા સમજવા.
શિષ્ય-અહિંઆ એક ખાસ જીજ્ઞાસા ઉદ્દભવે છે અને તે એ કે મનુષ્યની આકૃતિ ઉપરથી તેના સ્વભાવ આદિનું જ્ઞાન કેવી રીતે થઈ શકતું હશે?
સૂરિ-પ્રકૃતિ જ મનુષ્યની આકૃતિ રચે છે, એ કુદરતી નિયમ છે. એક લુંટારા–ચેર કે બદમાશની આકૃતિમાં અને એક
મનુષ્યમાન
સરળ
For Private And Personal