________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦૪
વિવેક વિલાસ.
તેજ-તેમજ બીજા બત્રીસ લક્ષણે કરતાં શુદ્ધ સત્વ ઉપર મનુષ્ય-પરીક્ષાને હોટે આધાર રહેલ છે.
શિષ્ય–ગતિ અને સ્વર વિગેરે ઉપરથી મનુષ્ય પરીક્ષા કેવી રીતે થઈ શકે?
સૂરિ–મનુષ્યની ચક્કસ પ્રકારની ગતિ ઉપરથી તેના નસીબમાં વાહન–સુખ છે કે નહીં તેનું અનુમાન કાઢી શકાય છે. સ્વર ઉપરથી તે આજ્ઞાકારી થશે કે આજ્ઞાંકિત થશે તેને નિર્ણય કરી શકાય છે. હાડની રચના ઉપરથી તેના ભાગ્યમાં ધન-વૈભવનું સુખ છે કે નહીં તે કલ્પી શકાય છે, ચામડી ઉપરથી તેના ભેગેપગેને નિર્ણય સહેલાઈથી કરી શકાય છે અને માંસના પ્રમાણ ઉપરથી તેમજ નેત્રની રચના ઉપરથી સંસાર-સુખનું તારતમ્ય નીકળી શકે છે.
શિષ્ય–પરન્તુ આપે કહ્યું કે ગતિ–સ્વર ઈત્યાદિમાં સત્વ સાથી અધિક પ્રબળ હોય છે, તે સત્વનું લક્ષણ શું હશે?
સૂર–સત્વશીલ મનુષ્ય હમેશાં જ્ઞાની અને પુણ્યશાળી હોય છે. સત્વગુણ, રજોગુણ અને તમે ગુણ કરતાં સર્વોત્કૃષ્ટ ગણાય છે. રજોગુણુ મનુષ્યવિષયી અને ચંચળ પ્રકૃતિવાળો હોય છે જ્યારે તમે ગુણી મનુષ્ય હમેશાં પાપી,લોભી અને પ્રમાદી જ હોય છે.
શિષ્ય–અમુક મનુષ્ય ઉંચી ગતિમાંથી સંસારમાં આવ્યા છે તે શી રીતે ઓળખી શકાય?
ર–જે મનુષ્ય ધર્મનિષ્ઠ, સ્વભાવે સુંદર, અતિ ન્યુન નિદ્રાવાળે, સારાં સ્વપ્ન જેનાર, ન્યાયપરાયણ અને જ્ઞાનભકત
For Private And Personal