________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૦૫
હાય તે સ્વર્ગમાંથી જ સીધે સંસારમાં આવ્યું હોય એમ માનવું તેમજ પુનઃ તે સ્વર્ગે જશે એવું અનુમાન પણ કહાડી શકાય.
શિષ્ય-મનુષ્ય યોનિમાંથી પુન: મનુષ્ય નિમાં આ વ્યા હોય તેના લક્ષણો કેવાં હોય?
સૂરિ–જે મનુષ્ય દંભરહિત, દયાશીલ, ઉદાર, સંયમી, સરળ સ્વભાવ અને કુશળતાવાળો હોય તે, મનુષ્ય નિમાંથી આવેલું હોય તેમજ પુન: મનુષ્ય નિમાં ઉત્પન્ન થશે એમ કહી શકાય.
શિ –તિર્યંચ નિમાંથી આવે તેનાં લક્ષણે કેવાં હોય?
સૂરિ–જે મનુષ્ય સ્વાથી, લોભી, છદ્રિયપરાયણ, સુસ્ત અને એવા બીજા હલકા લક્ષણે ધરાવતો હોય તે પિતાનું તિર્યંચ નિમાંથી આવવું અને પાછું તિર્યંચ નિમાં જવું સૂચવી આપે છે.
શિષ્ય–નરકમાંથી સંસારમાં અવતરનાર મનુષ્યનાં લક્ષણ કેવાં હોય?
સૂરિ–જે માણસ પોતાનાં સગાં-સંબંધીઓને દ્વેષ કર્યા કરતો હોય, કડવાં વચને બોલવાની આદત ધરાવતે હોય, મૂર્ખ માણસોની સેબતમાં જ આનંદ અનુભવતે હેય, તથા નિરંતર રેગી રહ્યા કરતા હોય તે નરકમાંથી આવ્યા છે અને પાછે નરકમાં જ જશે એમ સમજવું.
શિષ્ય–આવા નિર્ણયે બાંધી લેવા એ મને વધારે પડતું સાહસ લાગે છે. આપને પણ શું એમ નથી લાગતું?
For Private And Personal