________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૯૩.
અંશે તે કેન્દ્રસ્થાનમાંથી ઉદ્ભવતી
જેટલું પવિત્ર હાય તેટલે ગતિ પણ પવિત્ર હાય છે, એ વાત સમજવી મુશકેલ નથી. આજકાલ લગ્ન સંસ્કાર જેટલે છિન્નભિન્ન અને અસ્ત-વ્યસ્ત થઇ ગયેલા છે તેટલા ભાગ્યેજ અન્ય કાઇ વિધિ ક્રુશાગ્રસ્ત થયા હશે.
શિષ્ય—સ્ત્રી-પુરૂષનું સંમિલન એ કુદરતી વ્યાપાર છે, તેમાં વળી વિધિ-નિષેધ અને નીતિ–નીયમા શા માટે?
સુરિ—એ કુદરતી વ્યાપારનેજ સ્વાથી અને કામી પુરૂષોએ અકુદરતી બનાવી નાંખ્યા છે. જે લગ્નગ્રંથી દ્વારા એ આત્માએ પવિત્ર પ્રેમમાં તલ્લીન થઇ જવા જોઇએ, જે પ્રેમલગ્નના શીતળ છત્ર નીચે ઉભય આત્માઓની સસારયાત્રા ત્રિવિધ તાપ રહિત સમાપ્ત થવી જોઇએ, તેજ લગ્નવિધિને અત્યારના જમાનાએ પ્રાય: એક વેપાર અથવા ક્રય–વિક્રયની વસ્તુ બનાવી દીધી છે.
શિષ્ય તે કેવી રીતે ?
સરિ—આજે લગ્નના નામે કન્યાવિક્રય, વૃદ્ધલગ્ન તથા માળલગ્નના જે સર્વનાશી કુરિવાજો પ્રવતિ રહ્યા છે તેના જરા શાંત ચિત્તે વિચાર કરશે તા મારા કથિતાશય અનાયાસે સમજી શકશે.
શિષ્ય—કન્યાવિક્રયને આપ શા માટે વખાડી કાઢો છે ? તે’મારે સમજવું જોઇએ. સ્ત્રી-પુરૂષનુ લગ્ન એ તો કુદરતી બ્યાપાર છે અને એ વ્યાપાર સહિસલામતી પૂર્વક પ્રવર્તતા હોય તે પછી
For Private And Personal