________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ. શિષ્ય–ધનને લેભ જ્યાં ઉગ્ર સ્વરૂપ લે ત્યાં પછી કુળ શિળ વિદ્યા અને બુદ્ધિને વિચાર પાતાળે પહોંચે એ હું સમજી શકું છું અને કન્યાવિક્ય તથા વૃદ્ધ લગ્ન કરનારા પક્ષમાં એવી વસ્તુસ્થિતિ પ્રત્યક્ષ જોવામાં પણ આવે છે, પરંતુ મારા ધારવા પ્રમાણે એથી માત્ર બે પક્ષને જ સહન કરવું પડે છે.
સરિ–નહીં એની માઠી અસર સમગ્ર સમાજ ઉપર થાય છે. કન્યાને એક વિકયની અર્થાત્ વેચાણની વસ્તુ માની લેવામાં આવે છે અને તદર્થે વપરાતું ધન, નિર્દોષ બાળાઓનું શીલ હરણ કરનાર ભયંકર માનવ શત્રુની ગરજ સારે છે; આથી સમાજને કિવા સંસારને ઓછી હાનિ થાય છે એમ શું તમે ધારે છે?
શિષ્ય-કન્યાવિક્રય એક દુષ્ટ રીવાજ છે. કારણકે તેથી વર-વધુ પક્ષના ગુણ દોષ જાણવાને અવકાશ રહેતો નથી, પરંતુ સંસારના સુવ્યવસ્થિત બંધારણને આઘાત પહોંચે છે એ તે આજેજ આપની પાસેથી જાણ્યું.
સૂરિ–મેં પ્રારંભમાં જ કહ્યું છે કે લેભ અને કામ એવી વાસનાઓ છે કે દ્રષ્ટિવિષ સર્ષની જેમ તે વાસનાઓની દ્રષ્ટિ પડતાં જ અમૃત હોય તે હળાહળ થઈ જાય છે. માત્ર એક જ ઉદાહરણ આપું. વસ્તુત: સંગીત વસ્તુ બહુ સુંદર અને આત્મવૃત્તિને પ્રસાદ આપનારી છે, પરંતુ તે સંગીત કુલટા વેશ્યાના હાથમાં જવાથી તેના સ્પર્શ માત્રથી અપવિત્ર અને ત્યાજ્ય બની ગયું છે, વ્યાપાર વસ્તુ એવી છે કે જેથી દેશ-પરદેશને અપાર લાભ થાય. પરંતુ ગમે તે રીતે દ્રવ્ય જ કમાવું–પઈસાદાર
For Private And Personal